Top Stories
khissu

LPG ગ્રાહકોને હજુ પણ સસ્તા ભાવે મળશે સિલિન્ડર! સરકાર ફરી એક વખત સબસિડી વધારી આપશે

LPG Subsidy News:  દેશમાં આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. આ પહેલા કેન્દ્ર સરકાર એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા છે. મિન્ટમાં છપાયેલા સમાચાર અનુસાર સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સબસિડીની રકમ વધવાથી કરોડો ગેસ ગ્રાહકોને રાહત મળશે.

54,000 રૂપિયામાં એક તોલું, સીધી 7000 રૂપિયાની બચત! આ ખાસ રીત જાણી થઈ જાઓ માલામાલ

સરકાર ઉજ્જવલા યોજનાનો લાભ શક્ય તેટલા વધુ પરિવારો સુધી પહોંચાડવા માટે ગ્રાહક આધાર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોંઘવારીને જોતા સરકાર આ પગલું ભરે તેવી અપેક્ષા છે. સપ્ટેમ્બર મહિના માટે રિટેલ મોંઘવારી દર ઘટીને 5.02 ટકા થઈ ગયો છે. સરકારે RBIને મોંઘવારી દરને 4 થી 6 ટકાની રેન્જમાં રાખવાનો ટાર્ગેટ આપ્યો છે. અગાઉ જુલાઈમાં મોંઘવારી દર 15 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

10થી 15 નવેમ્બર સુધી બેંકોમાં તાળા લાગેલા રહેશે, સતત 6 દિવસ બેંકો બંધ રહેશે, જોઈ લો યાદી

એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા

હાલમાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળે છે. દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. આ રીતે સબસિડી મળ્યા પછી લાભાર્થીઓને આ સિલિન્ડર 603 રૂપિયામાં મળે છે.

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે લગભગ 9.6 કરોડ ઓછી આવક ધરાવતા પરિવારોને ગેસ સબસિડી પર રાહત આપી હતી. સરકારે ઓછી આવક ધરાવતા પરિવારો માટે એલપીજી સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.

તહેવારોની સિઝનમાં સરકારી બેંકોએ પટારો ખોલ્યો, હોમ અને કાર લોન પર ધમાકેદાર ઓફર, લાભ લેવા જેવું ખરું

સરકાર ફરી એકવાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. ઉજ્જવલા યોજનાના વિસ્તરણ હેઠળ સરકાર દ્વારા લગભગ 75 લાખ મહિલાઓના ગેસ કનેક્શનને મંજૂરી આપવામાં આવી છે. આ પછી લાભાર્થીઓની સંખ્યા 10 કરોડને પાર કરી જશે. 

તમારી પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલો, તમે દર મહિને વિશ્વાસ ન થાય એવી બમ્પર કમાણી કરશો

ઓક્ટોબરમાં સબસિડીની રકમમાં રૂ. 100નો વધારો કરવામાં આવ્યા બાદ, લાભાર્થીઓને અગાઉ 14.2 કિલોના સિલિન્ડર માટે સબસિડી પછી રૂ. 703 ચૂકવવા પડતા હતા. પરંતુ સબસિડી 200 રૂપિયાથી વધીને 300 રૂપિયા થઈ ગયા બાદ હવે આ સિલિન્ડરની કિંમત 603 રૂપિયા છે.