Top Stories
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા

આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા

ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય આપવામાં આવે છે.

આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીનું કામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયોને આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કઈ મહિલાઓને મળ્યો લાભ?
રાજ્યમાં 18 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. કેટેગરી મુજબ સબસિડીના ધોરણો પ્રોજેક્ટ ખર્ચના લઘુત્તમ 30% અથવા મહત્તમ રૂ. 60,000 રૂપિયા જે પણ ઓછું હોય

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ અને વિધવા સ્ત્રીઓ અને 40% કરતા વધુ વિકલાંગ મહિલાઓ માટે 35% અથવા વધુમાં વધુ રૂ. 70,000 રૂપિયા જે પણ ઓછું હોય. આ પરિયોજનાનો ખર્ચના 40% અથવા વધુમાં વધુ રૂ. 80,000 બેમાંથી જે ઓછું હોય. જરૂરિયાત મુજબ સહાય આપવામાં આવે છે.

જો જિલ્લાની બહેનોએ આ યોજના હેઠળ લાભ મેળવવો હોય તો તેઓએ નિયત અરજીપત્રકની બે નકલ દસ્તાવેજો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ઝોરાવર પેલેસ, જિલ્લા સેવા સદન-2, ત્રીજા માળ ખાતે મોકલવાની રહેશે. તેમ પાલનપુર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.