khissu

ગુજરાત હવામાન વિભાગ: સ્કાયમેટ ની બે મોટી આગાહી, જાણો શું ?

ગુજરાત હવામાન ખાતાના વડા ડૉ. મનોરમા મોહિનીએ જણાવ્યુ છે કે રાજ્યમાં હાલ હવામાનમાં ખાસ કોઈ મોટો બદલાવ થવાની સંભાવના નથી.

મોટા ભાગે ગુજરાતનું હવામાન સ્વચ્છ અને સૂકું રહેશે. જો કે આવતા બે ત્રણ દિવસ અમુક ભાગોમાં હળવા થંડર સ્ટોરમ એક્ટિવિટીની પણ સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને સૌરાષ્ટ્રનાં અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમા થંડર સ્ટોરમ એક્ટિવિટી ઊભી થઈ શકે છે. આ એક્ટિવિટી દરમીયાન રાજ્યના વિસ્તારોમાં મીની વાવાઝોડાં જેવો માહોલ સર્જાવાની પણ શક્યતા છે. હવાના દબાણમાં થતાં ફેરફારને લીધે આ સ્થિતિ સર્જાતી હોય છે. ચોમાસાના આગમન પહેલાં પશ્ચિમ અને અરબી સમુદ્ર માંથી આવતા પવનોનાં દબાણના લીધે આંધીની સ્થિતિ સર્જાતી હોય છે. સમુદ્રમાં બનતા વાવાઝોડાં કરતાં થંડર સ્ટોરમ ની તાકાત ઓછી હોય છે.

આ પણ વાંચો: ખુશ-ખબર: ગુજરાતમાં આ તારીખે આવી રહી છે મેઘ મહેર; આજે ચોમાસું ક્યાં પહોંચ્યું?

સાથે જ વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે પ્રિં મોન્સુન એક્ટિવિટી સક્રિય ન થતા હાલ રાજયના વિસ્તારોમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતું કોઈક સ્થળે વાદળ છાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા વર્ષી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો સામાન્ય વાવણીની તારીખો લખી લો; ખેતી કામો અને આગોતરા વાવેતરમાં ફાયદો, હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

સ્કાયમેટ ની આગાહી: ભારતની જાણીતી ખાનગી સંસ્થા દ્રારા દેશના ક્યાં રાજ્યમાં કેવો વરસાદ પડશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો સ્કાયમેટ દ્વારા ગુજરાતમાં પૂર સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે કોઈ આગાહી કરવામાં આવી નથી.તેમના આ અનુમાન પરથી માહિતી મળે છે કે ગુજરાત માટે આગાહી કરવી હાલમાં ખૂબ જ કઠિન છે. 

આ પણ વાંચો: આખરે અંબાલાલ પટેલ જાગ્યા; કરી દીધી ખેડૂત ઉપયોગી નવી નકોર આગાહીઓ, જાણો આજે ચોમાસુ ક્યાં પહોંચ્યું?