Top Stories
પાક નુકસાન સહાય યોજના, કેટલી સહાય? ક્યાં પુરાવા? કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર..

પાક નુકસાન સહાય યોજના, કેટલી સહાય? ક્યાં પુરાવા? કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર..

ગયા મહિને વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે. કેબિનેટની બેઠક બાદ આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાશે. સરકારનું આ કૃષિ પેકેજ કેવુ હશે તેના પર નજર કરીએ તો, સરકાર પ્રતિ હેક્ટર 13 હજાર રુપિયા સહાય કરશે. વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે.

સહાય કેટલી મળશે: 4 જિલ્લાઓમાં વધુ પાક નુકશાન થયું હોવાથી અસરગ્રસ્ત ગામોના ખેડૂતો કેં જેના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે તેવા ખેડૂતોને મહત્તમ 15,000 રૂપિયાની સહાય મળશે.

કયા વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે?
અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સપ્ટેમ્બર 2021 માં જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજનો લાભ મળશે.

ફોર્મ માટે જરૂરી પુરાવા:  
8 - એ,
7-12,
તલાટી વાવેતરનું ઉદાહરણ,
આધાર નંબર,
બેંક ખાતાની વિગતો સાથે પાસબુકની નકલ
 

અગત્યની તારીખો: 
ફોર્મ ભરવાની શરૂઆત: 8/10/2021
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/11/2021

ફોર્મ ક્યાં ભરાશે: પાક નુકસાનની ફોર્મ તમારાં ગામની ગ્રામ પંચાયત ઓફિસ ખાતે VCE તેમજ તાલુકાના VLE ફોર્મ ભરી શકશે.