ગુજરાત સરકાર ખેડૂતોનાં હિત માટે ઘણી સરકારી યોજનાઓ બહાર પડતી હોય છે. જેથી ખેડૂતોને યોજનાનો લાભ મળી રહે. રાજ્યમાં હાલ દરેક ખેડૂત ડિજીટલ સુવિધાઓનો લાભ લઇ આગળ વધી રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડુતો માટે ભૂપેન્દ્ર સરકાર એક નવી યોજના બહાર પાડવા જઈ રહી છે. જેમાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે. આ યોજનાનું નામ નો યોર ફાર્મર યોજના છે. ખેડૂતો વ્યાજ વિના મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે.
નો યોર ફાર્મર યોજના અંતર્ગત 15 હજાર સુધીની કિંમતનો ફોન હવે ખેડતો સરળતાથી લઈ શકશે જેની અંદર ખેડૂતોએ વ્યાજ ભરવાનુ રહેશે નહિ. , જેમાં વ્યાજ વિના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે.
' નો યોર ફાર્મર' યોજનામાં ઝીરો ટકા વ્યાજ પર ખેડૂતો ધિરાણ લઈ શકશે , એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે. આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે.
Copyright © 2024 Khissu. All Rights Reserved