Top Stories
ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના શરૂ: મળશે 10,000 રૂપિયાની સહાય, જાણો તમામ માહિતી વિગતવાર

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના શરૂ: મળશે 10,000 રૂપિયાની સહાય, જાણો તમામ માહિતી વિગતવાર

નમસ્કાર ખેડુત મિત્રો...
ગુજરાત સરકારે ખેડૂતો માટે વધુ એક યોજના ચાલુ કરી છે જે યોજના અંતર્ગત તમને મળી શકે છે 10,000 ની સહાય. તો આ યોજના કંઈ છે? ક્યારથી શરુ થઇ તેની અંતિમ તારીખ? તમામ માહિતી આજે તમને જણાવીશું.

સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ યોજના:- સીમાંત ખેડૂતો અને ખેત મજુરો માટે ગુજરાત સરકારે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના શરૂ કરી છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચનાં 90% અથવા 10,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ટૂલ કીટ ની ખરીદી કરવાની રહેશે.

સાધનોની યાદી નીચે મૂજબ છે. 
સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર.

ફોર્મ ક્યાં ભરી શકાશે?
આ યોજનાનું ફોર્મ તમે I KHEDUT પોર્ટલ પર ઓનલાઇન ભરી શકશો, તમે જાતે પણ અરજી કરી શકો છો. અથવા તમારા વિસ્તારની આસપાસ આવેલા કમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ ફોર્મ ભરી શકશો. તેમજ ગ્રામ પંચાયત ઓફિસે VCE મારફત અરજી કરી શકશો.

અગત્યની તારીખો:- તા. 04/08/2021 થી 04/10/2021 સુધી તમે ફોર્મ ભરી શકશો.

સાધનોની ખરીદી ક્યાંથી કરવાની રહેશે?
રજદારશ્રીને પુર્વ મંજુરી મળ્યાબાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી ખરીદી કરવાની રહેશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, યોજનાઓ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.