Top Stories
ખેડૂતોમાં આનંદો / રૂ.૨૦૦૦, ૮૫૦૦, ૩૫૦૦૦ વગેરેની સહાય, જાણો ક્યાં ખેડૂતને ક્યારે મળશે લાભ?

ખેડૂતોમાં આનંદો / રૂ.૨૦૦૦, ૮૫૦૦, ૩૫૦૦૦ વગેરેની સહાય, જાણો ક્યાં ખેડૂતને ક્યારે મળશે લાભ?

મંગળવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં થોડા સમય પહેલા તાઉ-તે વાવાઝોડા નાં કારણે બાગાયતી ખેતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગર ખેડુઓને થયેલા વ્યાપક નુકસાન માંથી ફરી બેઠા કરવા રાજ્ય સરકારે 105 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત સાગર ખેડુઓ માટે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયા 105 કરોડનુ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થતિમાં મત્સ્યઉદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી. પિ. દેસાઈને જોડયા હતા.

માછીમારોની બોટોને વાવાઝોડામાં ઘણું નુકસાન:- મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય 1600 કી.મી. લાંબો દરિયા કિનારો ધરાવે છે. પોરબંદર થી લઈને ઉંમરગામ સુધીના દરિયાઇ પટ્ટીમાં રહેતા અનેક સાગર ખેડુ પરિવારો દરિયો ખેડીને મત્સ્ય ઉત્પાદનો મેળવી વેંચાણ થી પોતાનુ જીવન નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આવેલા વિનાશક તાઉ તે વાવાઝોડાએ ઘણા સાગર ખેડુઓની હોડીઓ, ટ્રોલર, ફાઈબર બોટ તેમજ માછીમાર પરિવારો નાં મકાનો, અન્ય ઘણી માળખાકીય સગવડોને નુકસાન કર્યું છે.

સાગર ખેડુને મળેલી રાહત પેકેજની મુખ્ય બાબતો:- પૂર્ણ નુકસાન પામેલા ટ્રોલર, ડોલ નેટર, ગિલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50% અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. જો કોઈ માછીમાર 5 લાખ સુધીની લોન લે તો એના પર 10% સુધીના વ્યાજમાં સહાય મળશે. 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પણ રાજ્ય સરકાર આપશે.

  • બોટ, જાળ જેવી સાધન સામગ્રીને થયેલા નુકસાન સામે સહાય પેટે થયેલા નુકસાનના 50 ટકા અથવા 35,000 સુધી સહાય, બે માંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહેશે.
  • અંશતઃ નુકસાન પામેલી નાની બોટનાં કિસ્સામાં 50% અથવા 35,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • ઇનપુટ સબસિડી મત્સ્ય બ્રીજ, ફીડ, સાધન સામગ્રી માટે હેકટર દીઠ 8200 પ્રમાણે સહાય અપાશે.
  • નાની બોટ પૂર્ણ નુકસાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.
  • અંશતઃ નુકસાન પામેલા ટ્રોલર, ડોલ નેટર બોટનાં કિસ્સામાં 50% અથવા 2 લાખ, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.

બંદરોનાં નુકસાનની મરામત માટે 80 કરોડનું રાહત પેકેજ:- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલા રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગર-ખેડુ માછીમારોની બોટ, ટ્રોલર, ફિશીંગ નેટ વગેરેને થયેલા નુકસાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા બંદરો નાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થયેલા નુકસાનની મરામત માટે મળીને કુલ 105 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજની બીજી વિશેષતાઓ જોઈએ તો નુકસાન પામેલી બોટનાં માછીમારો ને જીવનનિર્વાહ માટે માછીમાર દીઠ રૂપિયા 2000 ની સહાય તેમના ખાતામાં જમા થશે.

ઇતિહાસમાં પ્રથમ વાર સાગરખેડુ-માછીમારો માટે 105 કરોડનું રાહત પેકેજ:- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત પેકેજની વિગતો આપતા કહ્યું હતું કે સાગરખેડુઓને તાઉ તે વાવાઝોડા થી થયેલા વ્યાપક નુકસાનમાથી ઉગારવા રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું પેજેક રાજ્યની  સરકારે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર નાં દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદરો ને ધમરોળી ને 220 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડા નાં કારણે દરિયો ગાંડો થયો હતો. જેના લીધે માછીમારોની ફિશીંગ બોટ, હોડીઓ, સહિત મત્સ્ય બંદરોની માળખાકીય સુવિધાઓ ને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો હતો.

આ માહિતી ગુજરાતનાં દરેક સાગર ખેડૂતો જાણી શકે તે માટે શેર કરો.