Top Stories
khissu

કોરોનાની વેક્સિન (રસીકરણ) માટે કેવી રીતે મોબાઈલ માંથી રજિસ્ટ્રેશન કરવું? વેક્સિન ફી કેટલી ?

દેશમાં કોરોનાની રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે. નરેન્દ્ર મોદીએ દેશના બધા લોકોને રસી મૂકવા માટે અપીલ પણ કરી છે. કોરોના રસીકરણ ના બીજા તબક્કામાં 60 વર્ષ થી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. તેમની સાથે જ 45 થી 60 વર્ષના એવા લોકોને પણ રસી આપવામાં આવશે જેને ગંભીર બીમારીઓ છે. કોરોના રસી લગાવવા માટે હવે તમે જાતે જ એપ્લાઈ કરી શકો છે, કોરોના રસીકરણ માટે Co-WIN વેબસાઈટ પર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે Co-WIN પોર્ટલ ને લઈને ઘણી મુશ્કેલીઓ થઈ હતી, જેમને ધ્યાનમાં લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પૂરી પ્રક્રિયા સમજાવી છે.

જાણી લઈએ કેવી રીતે તમે મોબાઈલ માંથી એપ્લાય કરી શકો છો? 

સૌથી પહેલાં તમારાં ફોન અથવા કમ્પ્યુટર ના બ્રાઉઝર માં જઈ https://selfregistration.cowin.gov.in/ ટાઈપ કરો. જે પોર્ટલ ના માધ્યમ થી સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. પોર્ટલ પર ગયા પછી મોબાઈલ નંબર નાખવો પડશે ત્યાર બાદ તમારા ફોન નંબર ઉપર ઓટીપી (OTP) આવશે. ઓટીપી દાખલ કર્યા બાદ તમારે ઓળખપત્ર અપલોડ કરવાનું છે. ત્યાર પછી નામ, લિંગ અને જન્મ તારીખની જાણકારી આપવી પડશે. ત્યાર પછી રજીસ્ટર ના બટન પર ક્લિક કરવાનું રહેશે.

ક્લિક કર્યા બાદ એપોયમેન્ટ નુ પેજ ખુલશે જેમાં તમારે જિલ્લો, તાલુકો અને પીનકોડ જેવી જાણકારીઓ આપવાની રહેશે. જેમના પછી વેક્સિનેશન સાઇટનું નામ, રસીકરણની તારીખ અને સમયની જાણકારી ભર્યા બાદ બુક બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે કે જેમાં બધી જાણકારી હશે કે તમને ક્યારે અને કંઈ જગ્યાએ રસી આપવામાં આવશે.

છેલ્લે પૂરી પ્રક્રિયા બાદ અપોઇમેન્ટ સક્સેસફુલનુ પેજ જોવા મળશે એટલે કે તમારું રજીસ્ટ્રેશન સફળતા પૂર્વક થઈ ચૂક્યું છે. હવે ત્યાંથી તમે રસીકરણ ની બધી જાણકારી ડાઉનલોડ કરી શકો છો અથવા સુરક્ષિત પણ રાખી શકો છો.

આરોગ્ય સેતુ Aplication થી પણ રજીસ્ટ્રેશન કરી શકો છો: તમે આરોગ્ય સેતુ એપ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સૌથી પહેલા એપ ઓપન કરો અને જમણી બાજુ સાઇડ માં આપેલા કોવિન ટેપ પર ક્લિક કરો. પછીની બધી પ્રક્રિયા ઉપર જણાવ્યા અનુસાર જ છે.

શું Co-Win Application બધા મોબાઈલ વર્જનમાં ચાલશે?: કોવીન એપ (Co-win) ANDROID, iOS અને KaiOS માં બની છે. પહેલા દિવસે રજીસ્ટ્રેશન ને લઈને મુશ્કેલીઓ થઈ હતી જે હવે નહિ થાય એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

વેક્સસીન ફી કેટલી રાખી છે?: સરકારે હવે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ 250 રૂપિયાના દરથી કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી છે. હાલ CoWIN વેબસાઈટ પર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે.

નોટ: જેમની પાસે કોઈ ઓળખ માટેના પુરાવા ન હોય તેને વેક્સિન ડોઝ આપવામાં આવશે નહીં.