Top Stories
khissu

જલ્દી કરો, ખેડુતોને મળશે 60 હજાર રૂપિયાની સહાય, જાણો કેવી રીતે ?

 
ગુજરાત સરકાર ખેતી કરતા ખેડૂતો માટે વારંવાર ઘણી યોજનાઓ બહાર પાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડુત સઘ્ધર બને. થોડા સમય પહેલા ખેતીવાડીનાં 49 ઘટકો પર અરજીઓ બહાર પાડી હતી. જેનો લાભ ગુજરાતનાં ઘણા ખેડુતોએ લીધો હતો. આવી જ એક બાગાયતી પાકો માટે ટ્રેકટર ખરીદવા માટે યોજના બહાર પાડવામાં આવી છે. જે યોજના અંતર્ગત ખેડૂતને 60,000 સુધીની સબસીડી મળવા પાત્ર છે.

યોજનાનું નામ : ટ્રેક્ટર (20 PTO HP સુધી) ખરીદવા માટે સહાય

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )
અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-4(અનુસુચિત જાતિ માટે )
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ.પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-13(MIDH-SCSP)
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ. પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.
HRT-9
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય. પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-2
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય. પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

HRT-14(MIDH-TSP)
અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ. પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે.

ખરીદી ક્યાંથી કરવાની રહેશે ?
કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર

અરજી કરવાની છેલ્લી તારીખ: તા 01/03/2022 થી 30/04/2022 સુધી

જરૂરી ડોક્યુમેન્ટ:
આધાર કાર્ડ
રેશન કાર્ડ
7/12, 8 અ ની નકલ
બેંક પાસબુક
મોબાઇલ નંબર

ફોર્મ ક્યાં ભરવું: યોજના માટે ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ફોર્મ તમે ગ્રામ પંચાયત ઓફિસે તેમજ નજીકના સાયબર કાફે માં જઈને અરજી કરી શકો છો.