Top Stories
LICની આ સ્કીમમાં 150 રૂપિયા જમા કરો, પાકતી મુદત પર દીકરીના લગ્ન માટે 31 લાખ રૂપિયા મેળવો

LICની આ સ્કીમમાં 150 રૂપિયા જમા કરો, પાકતી મુદત પર દીકરીના લગ્ન માટે 31 લાખ રૂપિયા મેળવો

આજે કરેલી બચત ભવિષ્યમાં તમને ખૂબ કામ લાગી શકે છે. એક દીકરીના પિતા તરીકે તમારી ફરજ બજાવવા તમે કેટકેટલાય વિચારો કર્યા હશે. દીકરીના લગ્ન માટે જો તમે રોકાણ કરવાનું વિચાર્યુ છે તો આજની આ માહિતી તમને ખૂબ ફાયદાકારક નીવડશે.

જો તમારે દીકરીના લગ્ન માટે રોકાણ કરવું છે તો તમે LIC કન્યાદાન યોજનામાં તમારા નાણાં રોકી શકો છો. ભારતીય જીવન વીમા નિગમ ની આ યોજના દ્વારા તમે તમારી પુત્રીના લગ્ન માટે એક વિશાળ ફંડ બનાવી શકો છો.

LIC કન્યાદાન પોલિસીમાં તમારે દરરોજ માત્ર 150 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે થોડા વર્ષો માટે રોકાણ કરશો તો મેચ્યોરિટી પર તમને મોટું ફંડ મળશે.  તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે અને પછી 25 વર્ષ પૂરા થવા પર તમને 31 લાખ રૂપિયા મળશે. આનાથી તમે તમારી દીકરીના લગ્ન માટે સારા એવા પૈસા જમા કરી શકશો.

નિયમ 
LICની કન્યાદાન પોલિસીમાં રોકાણ કરવા માટે, તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ અને દીકરીની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષ હોવી જોઇએ એટલે કે તમારી દીકરી એક વર્ષથી વધુ ઉંમરની હોવી જોઇએ. આમ તો આ પોલિસીનો સમયગાળો 25 વર્ષ છે પરંતુ, તમારે આ પોલિસીમાં 22 વર્ષ માટે જ પ્રીમિયમ ભરવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- ઓળખનો પુરાવો
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- પુત્રીનું જન્મ પ્રમાણપત્ર
- અરજીપત્રક

પ્રીમિયમ નાણાં
તમે પ્રીમિયમની ચૂકવણી ચેક અથવા રોકડ દ્વારા કરી શકો છો.