Top Stories
આનંદો/ રૂપિયા 15,000 ની સહાય મળશે, બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખાતર સહાય યોજના, ફોર્મ ભરવાનું શરૂ...

આનંદો/ રૂપિયા 15,000 ની સહાય મળશે, બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખાતર સહાય યોજના, ફોર્મ ભરવાનું શરૂ...

ગુજરાત સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની યોજના બહાર પાડી જેમાં. જેમા તમને 10,000 થી લઈને 15,000 સુધીની સહાય મળવાપાત્ર છે. કંઈ યોજના છે ? અરજી માટે ક્યાં ક્યાં દસ્તાવેજો નુ જરૂર પડશે ? કંઈ તારીખ સુધી ફોર્મ ભરી શકશો ? તમામ માહિતી તમને અહીંયા મળી જશે.

યોજનાનું નામ :- બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય

મળવાપાત્ર સહાય: સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ. 10,000 હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

} અનુ. જન જાતિના ખેડુત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15,000/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

} અનુ. જાતિના ખેડુત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15,000/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

સહાય ક્યાંથી મળશે?: ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર કે જેને સરકારશ્રી દ્રારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહેશે. આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.

ફોર્મ ભરવાની તારીખ: 15/09/2021 થી 30/09/2021 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ:
1) આધાર કાર્ડ
2) રેશનકાર્ડ
3) બેંક પાસબુક
4 ) 7/12, 8 અ ની નકલ

અરજી ક્યાં કરવી: આઈ ખેડૂત પોર્ટલ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. લાભાર્થીએ ગ્રામ્ય કક્ષાએ VCE પાસે જઈને અરજી કરી શકશો, અથવા તો કમ્પ્યુટરની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને પણ અરજી કરી શકશો. આ યોજનાની ઑનલાઇન અરજી ઘરેથી પણ કરી શકાય છે.