Top Stories
khissu

કિશાન પરિવહન યોજના: ભાર વાહન ખરીદવા મળશે 75 હજાર સુધીની સહાય

નમસ્કાર ખેડૂત મિત્રો.
આથી સર્વે ખેડુત મિત્રોને જણાવવાનું કે, નાણાંકીય વર્ષ -2020-21 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીવાડી શાખાની કીસાન પરિવહન યોજના કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે " મિડિયમ સાઈઝના ગુડ્સ કેરેઝ વાહન" ની ખરીદી ઉપર સહાય મેળવવાની યોજનાની આઇ - ખેડુત પોર્ટલ પર અરજીઓ મેળવવા માટે તા. 18/12/2020 થી તા. 25/12/2020 સુધી આઇ - ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે .

જાણો સહાય ધોરણ કેટલું રહશે? 

આ યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એપેનલ્ડ કરેલ મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન ( ચાર પૈડા વાળા અને 600 કિ.ગ્રા. થી 1500 કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ) ખરીદવા માટે નાના / સીમાંત / મહિલા / અનુ.જાતિ / અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ. 75000 / - બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય / અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. 50000 / - બે માંથી ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. 

આ યોજના હેઠળ ગુજરાત ના કુલ 33 જિલ્લા આવરી લેવામાં આવશે.

નાણાંકીય જોગવાઈ કેટલી? 

વર્ષ 2020-21 માં 8333 વાહન માટે કુલ રૂ. 50 કરોડની જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

ફોર્મ ભરવા જરૂરી પુરાવા? 

(૧) ૭/૧૨
(૨) ૮ અ
(૩) રેશન કાર્ડ
(૪) આધાર કાર્ડ
(૫) મોબઈલ નંબર
(૬) બેંક ની પાસબુક
(૭) જાતિ નો દાખલો (અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે)

ફોર્મ ક્યાં ભરી શકાશે? 

(૧) ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર
(૨) ઓનલાઇન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર ઓપરેટર
(૩) CSC સેન્ટર વગેરે જગ્યા એ થી ફોર્મ ભરી શકશો.

અરજી કર્યા બાદ અરજી ની પ્રિન્ટ ભૂલ્યા વગર વહેલી તકે ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ, ૭/૧૨, ૮ અ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ, બેંક પાસબુક ની ઝેરોક્ષ, તથા મોબાઇલ નંબર.

- આભાર ( Team Rakhdel )