khissu

જાણો ક્યારે વધશે ઠંડીનું જોર? સાથે જ વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

14 નવેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનના બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યનાં વિવિધ ભાગોને અસર કરશે. જેના લીધે મોટાભાગના વિસ્તારોમા હવામાન બદલાશે. જો કે 15 નવેમ્બર બાદ ઠંડીના જોરમાં વધારો થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: જનધન ખાતાધારકોને મળશે 10,000 રૂપિયા, એ પણ જીરો બેલેન્સ પર

સૂત્રોનું કહેવું છે કે પવનની દિશા બદલવાના કારણે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. સવારે અને રાત્રે ઠંડીના જોરમાં વધારો જોવા મળશે. જો કે દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહિ થાય. 15 નવેમ્બર બાદ ઠંડીના જોરમાં વધારો થશે.

અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં હાલ ગરમીનો પારો વધુ છે. જે ધીમે ધીમે ઓછો થતો જશે. નવેમ્બર મહિનામાં હિમ વર્ષા થાય તેવી પણ આગાહી કરી છે. વધુમાં તેને જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી નાં વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાશે.

આ પણ વાંચો: આવનાર સમયમાં શું મગફળીના ભાવ વધશે ? કે ઘટશે ? જાણો શું છે મગફળીનું ચિત્ર ?

વરસાદની આગાહી
આ સાથે તેમણે કહ્યું કે પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે, જે 18 અને 19 નવેમ્બરે ચક્રવાતની સંખ્યામાં વધારો કરશે. આ ચક્રવાત દક્ષિણ-પૂર્વીય ભાગોમાં દસ્તક આપવાનું ચાલુ રાખશે. ચક્રવાત દક્ષિણ ભારતને અસર કરશે અને અરબી સમુદ્રને પણ અસર કરશે. જેના કારણે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાન બદલાશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ વધુ રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. 22 ડિસેમ્બર પછી ઠંડી વધુ રહેશે અને ઠંડી વધુ રહેશે. ઉપરાંત, શિયાળો લાંબો સમય ટકી શકે છે.