khissu

કૃતિકા નક્ષત્ર કલ્યાણ કારી; મેઘ આવવા માટેનાં પ્રાચીન ભડલી વાક્યો, અંબાલાલ: ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે?

ભારતના પ્રખ્યાત પ્રાચીન ભડલીવાક્યો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ગુજરાતના જાણીતા ખગોળશાસ્ત્રીઓ પણ પ્રાચીન ભડલીવાક્યો પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. જોઈએ એક પ્રખ્યાત ચોમાસું શરૂ થાય તે પહેલાં નું વાકય:

અશ્વિની ગળતાં અન્નનો નાશ,
રેવતી ગળતાં નવ જળ આશ;
ભરતી નાશ તૃણનો સહી;
વરસે જો કદી કૃતિકા નહીં.

ભડલી વાક્યનો કહેવાનો અર્થ છે કે, અશ્વિની નક્ષત્રમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય છે અને રેવતી નક્ષત્રમાં વરસાદ પડે તો પાણીની આશા રાખવી નહીં. જો ભરણી નક્ષત્રમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય છે. અને જો કૃતિકા નક્ષત્રમાં વરસાદી છાંટા ન પડે તો ખરાબ ફળ મળે છે. 

આ વર્ષે કૃતિકા નક્ષત્ર પરથી ચોમાસાના અહેવાલો?
10મેથી 23મે દરમિયાન સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેલો હોય છે. હાલમાં કૃતિકા નક્ષત્ર ચાલે છે. આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ પડે તો સારા વરસાદના સંકેતો હોય છે આ વાત ખાસ નોંધી લેવી. 24મે થી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે. મિત્રો આ માહિતી તમે Khissu.com પર વાચી રહ્યા છો. જો આવીજ કામની માહિતી મેળવતાં રહેવું હોય તો અમારી Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.

કૃતિકા નક્ષત્રના છાટા કલ્યાણકારી ગણાય છે. જો કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ પડે તો અગાઉનાં ત્રણે નક્ષત્રોના દોષ મટી જાય છે. ભરણી નક્ષત્રમાં વરસાદ પડે તે ખૂબ જ ખરાબ ગણાય છે. એક પ્રખ્યાત કહેવત પણ છે કે ''જો વરસે ભરણી તો નાર મેલે પરણી" એટલે કે ભરણી વરસે તો ભયંકર દુષ્કાળ પડે અને ખુદ સ્વામી પણ સ્ત્રીને છોડીને જતો રહે.

જો કૃતિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગળના ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે એવી કહેવત રાજસ્થાનમાં પ્રખ્યાત છે. મિત્રો આપને જણાવતા ખુશી થાય છે કે આ વર્ષે ગુજરાતના અમરેલી જિલ્લામાં કૃત્તિકા નક્ષત્રમાં છાંટા પડયા હતા. જે સારા વરસાદના સંકેતો  હતા.

વરસાદ આવવાના લક્ષણો?

"શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા"

શુક્રવારને દિવસે વાદળ હોય અને શનિવાર સુધી આકાશમાં છવાયેલ રહે તો ભડલી વાક્ય એવું કહે છે કે વરસાદ પડ્યા વગર ના રહે.

"પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય,
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય"

પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે.

"હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય"

ઘરનાં પીવાના પાણી કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી વાક્ય કહે છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી?
આ વર્ષે ગુજરાતમાં 15 જૂન પછી વરસાદ વરસી શકે છે. ગુજરાત ભરમા સારો વરસાદ પડશે. 24 મેથી રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ૨૪મે થી ૬ જૂન સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી સર્જાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ચોમાસા પહેલા ચક્રવાત સર્જાશે.