પોસ્ટ ઓફિસની આમ તો ઘણી સેવિંગ્સ સ્કીમ્સ છે, જેમાંની એક એવી સ્કીમ છે કે તેમાં કરેલાં રોકાણના બદલામાં ગ્રાહકો લોન પણ મેળવી શકે છે. જી હાં મિત્રો આ સ્કીમ છે 'પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ'. જો તમે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કર્યું છે, તો જરૂર પડ્યે તમે તેની સામે લોન પણ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાકારક અને સુરક્ષિત તો છે જ ઉપરાંત, તે ખાતરીપૂર્વક વળતર પણ આપનારું છે.
લોન મેળવવાનો આ છે માપદંડ
જો તમે ઓછામાં ઓછા સતત 12 હપ્તા જમા કરાવ્યા હોય તો જ તમને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ સામે લોન મળશે. ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર પોસ્ટ ઓફિસ અનુસાર, તમારું ખાતું ઓછામાં ઓછા એક વર્ષથી સતત ચાલુ હોવું જોઇએ. તમે RD ખાતામાં જમા રકમના 50 ટકા સુધીની લોન લઈ શકો છો.
આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..
લોન પર વ્યાજ
જો તમે પોસ્ટ ઓફિસ RD એકાઉન્ટ સામે લોન લો છો, તો તમારે RD એકાઉન્ટ પર લાગુ પડતા 2% + વ્યાજ દર ઉમેરીને વ્યાજ ચૂકવવું પડશે. તમારી લોન પરના વ્યાજની ગણતરી ઉપાડની તારીખથી તેની ચુકવણીની તારીખ સુધી કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજ
જો તમે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમને હાલમાં રોકાણ કરેલી રકમ પર 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળશે. તમે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનામાં રોકાણ કરવા માટે ખાતું ખોલાવી શકો છો.
ચુકવણી વિકલ્પો
ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ અનુસાર, જ્યારે કોઈ ગ્રાહક પોસ્ટ ઓફિસ આરડી એકાઉન્ટ સામે લોન લે છે, તો એક જ વારમાં એકસાથે ચુકવણી કરી શકાય છે અથવા માસિક હપ્તાના સ્વરૂપમાં પણ કરી શકાય છે.
લોન ચૂકવવામાં ન આવે તો શું થાય
જો તમે RDની પાકતી મુદત સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ હેઠળ RD એકાઉન્ટ સામે લીધેલી લોનની ચુકવણી ન કરો, તો લોન અને વ્યાજની રકમ બંને તમારા RD ખાતાની મેચ્યોરિટી વેલ્યુમાંથી બાદ કરવામાં આવે છે. આ લોન માટે તમારે તમારી હોમ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ પર જઇને પાસબુક સાથે અરજી ફોર્મ ભરવાનું હોય છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો