રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિક જીવિત હોય ત્યાં સુધી વિવિધ સહાય ચુકવવામાં આવે છે. તદુપરાંત મરણ બાદ પણ મરણોત્તર ક્રિયા માટે સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત રૂપિયા 5000 ની સહાય ચુકવવામાં આવે છે.
યોજનાનો હેતુ શું છે?
અનુસૂચિત જાતિના લોકોને આર્થિક રીતે નબળી પરિસ્થિતનાં કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
લાભ લેવા માટે રજૂ કરવામાં દસ્તાવેજ:
- રહેઠાણ નો પુરાવો જેમાં લાઇટ બિલ, લાઇસન્સ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક આપી શકાય
- મૃત્યુ નોંધનો દાખલો.
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક જે અરજદારનાં નામનો હોવો જોઇએ.
- આધાર કાર્ડ.
- આવકનો દાખલો.
- જાતિનો દાખલો.
યોજનાના નિયમો અને શરતો:
ફોર્મ ક્યાં ભરવું?
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમે કોમ્પ્યુટર ઓપરેટર, VCE, CSC સેન્ટર મારફત કરી શકશો.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.