khissu

હવામાન ખાતાએ આપી ચેતવણી: આ જિલ્લાઓને ઘમરોળશે મેઘો

આજે રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે કચ્છના કેટલાંક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આવતી વરસાદી સિસ્ટમને કારણે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર આ તમામ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમા આજે ખાસ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે. જો કે આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર ઓછી રહેશે.

ગઈકાલનાં વરસાદની વાત કરવામાં આવે તો 201 જીલ્લામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણાના બેચરાજીમાં 93 mm વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના ધનસુરામાં 90 mm વરસાદ પડ્યો હતો.