અત્યારે તો તમે ધંધો કે નોકરી કરતા જ હશો અને જીવન જરૂરિયાત મુજબ આવક પણ માલી રહેતી હશે. પણ જ્યારે તમે રિટાયર થઈ જાવ એટલે કે કામ કરવાની ઉંમર જતી રહે ત્યારે તમારા દીકરા આધારે રેવું પડે છે અને ઘણા ને તો એ પણ નસીબ માં નથી હોતું અને વૃદ્ધાશ્રમ નો સહારો લેવો પડે છે. તો આ એક એવી સ્કીમ છે જે અત્યારે થોડું થોડું ચૂકવશો તો રિટાયર્ડ થયા બાદ કોઈના સહારે નઈ રહેવું પડે.
અટલ પેન્શન યોજના :
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. આ યોજના અંતર્ગત દર મહિને ૪૨ રૂપિયાથી લઈને ૨૧૦ રૂપિયા સુધીનો કોઈપણ હપ્તો ભરી શકો છો અને ૬૦ વર્ષ બાદ તમને પેન્શન રૂપે આ યોજના નો લાભ મળશે.
આ યોજનાનો ફાયદો :
આ યોજના અંતર્ગત જો તમે મહિને ૪૨ રૂપિયાનો હપ્તો ભરો છો તો તમને ૬૦ વર્ષ બાદ તમને દર મહિને ૧૦૦૦ રૂપિયા મળશે અને જો તમે મહિને ૨૧૦ રૂપિયાનો હપ્તો ભરો છો તો તમને ૬૦ વર્ષ બાદ દર મહિને ૫૦૦૦ રૂપિયા મળશે.
જો યોજના માં જોડાયેલા કોઈ વ્યક્તિનું ૬૦ વર્ષ પહેલાં મૃત્યુ થઈ જાય છે તો તેની પત્ની કે ઘરનું કોઈ સદસ્ય આ યોજના માં મૃત્યુ પામેલા વ્યક્તિના ૬૦ વર્ષ પુરા થાય ત્યાં સુધી હપ્તા ભરી પેન્શન મેળવી શકે છે અથવા તો એક સાથે બધી રકમ માંગી પણ શકે છે.
કરોડો લોકોએ લીધો આ યોજનાનો લાભ :
આ યોજના માં જોડાયેલા સદસ્યોની સંખ્યા ૨.૪ કરોડ થી પણ વધી ગઈ છે. જાણકારી અનુસાર ૨૦૧૯ માં સદસ્યોની સંખ્યા ૧.૮૨ કરોડ હતી જે વધીને ૨૦૨૦-૨૧ માં ૨.૪૫ કરોડ થઈ ગઈ છે.