Top Stories
અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ, પરંતુ મુકેશ અંબાણીને ડબલ ફાયદો, જાણો એવો શું જાદુ કર્યો

અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ, પરંતુ મુકેશ અંબાણીને ડબલ ફાયદો, જાણો એવો શું જાદુ કર્યો

Mukesh Ambani Net Worth: અમેરિકન શેરબજાર અને ભારતીય શેરબજારમાં આવેલી તેજીની અસર વિશ્વભરના અબજોપતિઓની સંપત્તિ પર જોવા મળી રહી છે. શેરબજારમાં આવેલી તેજીના કારણે વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. 

નવેમ્બર મહિનો ભારે પડશે! ક્યારેય નહીં થયું હોય એવું થશે, એકસાથે વરસાદ, વાવાઝોડું અને ઠંડી ધબધબાટી બોલાવશે

આ ફેરફાર બાદ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 805 મિલિયન ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી પહેલાથી જ 11માં નંબર પર છે. નવીનતમ અપડેટ અનુસાર તેમની સંપત્તિ વધીને 86.5 બિલિયન ડોલર થઈ ગઈ છે.

દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરો, ધાર્યા બહારનો મોટો ફાયદો મળશે

મુકેશ અંબાણી 11મા સ્થાને

મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી હવે 11મા સ્થાને છે. ઈલોન મસ્ક આ યાદીમાં 208 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. અમેરિકન શેરબજારમાં ઉછાળાને કારણે બર્નાર્ડ આર્નોલ્ટ ફરીથી બીજા સ્થાને પહોંચી ગયા છે. તેણે જેફ બેઝોસને ત્રીજા નંબર પર ધકેલીને પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. બર્નાર્ડ પાસે હવે $163 બિલિયનની નેટવર્થ છે. જેફ બેઝોસની સંપત્તિ 161 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

બેંક ઓફ બરોડામાં માત્ર 100 રૂપિયામાં ખોલો આ સ્પેશિયલ ખાતું, ઊંચું વ્યાજ અને મફતમાં મળશે આટલી સુવિધા

વિશ્વના સમૃદ્ધ લોકો

આ પછી બિલ ગેટ્સનું નામ ચોથા સ્થાને છે. બિલ $126 બિલિયનની નેટવર્થ સાથે ચોથા સ્થાને છે. સ્ટીવ બાલ્મર પાંચમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 121 બિલિયન ડોલર છે. આ પછી છઠ્ઠા સ્થાને લેરી એલિસનનું નામ આવે છે. તેમની કુલ સંપત્તિ 120 બિલિયન ડોલર છે.

નીતા અંબાણીએ 3000 વંચિત બાળકો સાથે 60મો જન્મદિવસ ઉજવ્યો, ભોજન પીરસ્યું, રાશન પણ આપ્યું

આ પણ યાદીમાં છે

સાતમા સ્થાને વોરેન બફે $117 બિલિયનની નેટવર્થ સાથે છે. આઠમા સ્થાને લેરી પેજ છે, જેની કુલ સંપત્તિ 115 અબજ ડોલર છે. આ પછી માર્ક ઝકરબર્ગ નવમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 113 અબજ ડોલર છે. સર્ગેઈ બિન 10મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 109 અબજ ડોલર છે.