યોજનામાં સહાયના ધોરણ :
: ક્યાં ક્યાં જોખમ માં લાભ મળી શકશે?
1. અનાવૃષ્ટિ (દુષ્કાળ)
2. અતિવૃષ્ટિ
3. કમોસમી વરસાદ (માવઠું)
[1] અનાવૃષ્ટિ (દુષ્કાળ જેવી સ્થિતિ ) :
રાજ્ય ના જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય તેવા વિસ્તારોમાં અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત ઝીરો વરસાદ હોય અને ખેતીના વાવેતરમાં પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ/ દુષ્કાળ ગણવામાં આવશે અને એમાં લાભ મળવા પાત્ર રહશે .
[2] અતિવૃષ્ટિ :
કોઈ તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે અને તેમાં ખેડૂત ને લાભ મળશે.
[૩] કમોસમી વરસાદ (માવઠું):
રાજ્ય માં ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) ગણવામાં આવશે જેમાં પણ ખેડૂત ને લાભ મળશે.
ફોર્મ ક્યાં ભરવું અને લાભ કેવી રીતે મળશે?
- રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ના ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ (Forest Right Act) હેઠળના ખેડુત લાભાર્થી ને જ લાભ મળશે.
Mukhyamantri Kishan sahay yojna ની વધારે માહિતી માટે વિડિયો જોવો.