રાજ્યમાં આજથી ફરી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વિવિધ વિસ્તારોમાં આજે છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: 30 અને 31 તારીખમાં ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગે શું આગાહી કરી?
બીજી તરફ હવામાન વિભાગે વડોદરા, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં તાપી, નવસારી, વલસાડ, દમન અને દાદરા નગર હવેલીમાં પણ છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટા છૂટી થી લઈને ઝાપટાં પડી શકે છે.
જ્યારે કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ સામાન્ય છાંટા છૂટી થી લઈને હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. નોંધનિય છે કે છેલ્લા 4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રી દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ રાજ્યનાં કેટલાંક છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
આ પણ વાંચો: આવતા મહિને બે વરસાદી સિસ્ટમ સક્રિય! ગુજરાત પર ફરી મહેરબાન થશે મેઘો
ગઇકાલે રાજ્યમા 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરનાં કવાંટમાં 32 mm વરસાદ વરસ્યો હતો. જ્યારે નર્મદાના દેડિયાપાડામાં 23 mm, ગાંધીનગરનાં વિસ્તારોમાં 15 mm વરસાદ પડયો હતો.
આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં કેટલો વરસાદ? અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી
રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ 5 ઓગસ્ટ બાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ઉપરા ઉપરી બે સિસ્ટમ ગુજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમા 8 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.