છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. તો આજે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઊપરાંત રાજ્યમા બે ડીગ્રી સુધી તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી છે. સાથે જ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં સારી એવી વરાપ જોવા મળશે.
આ પણ વાંચો: આવતા મહિને બે વરસાદી સિસ્ટમ સક્રિય! ગુજરાત પર ફરી મહેરબાન થશે મેઘો
મળતી માહિતી મુજબ હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનાં કોઈક છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટા છૂટી થી લઈને હળવો વરસાદ પણ થઇ શકે.
આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં કેટલો વરસાદ? અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી
જો કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડી શકે છે.