khissu

આવતા મહિને બે વરસાદી સિસ્ટમ સક્રિય! ગુજરાત પર ફરી મહેરબાન થશે મેઘો

નમસ્કાર મિત્રો, હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદે વિરામ લીધો છે. જેના લીધે રાજ્યમાં 4 થી 5 દિવસ સારી વરાપ જોવા મળશે. જો કે આ સમયગાળા દરમિયાન કોઈક સ્થળે છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. પરંતુ હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

વરસાદનો નવો રાઉન્ડ: વરસાદના નવા રાઉન્ડની વાત કરીએ તો આગામી 2 અને 3 તારીખે રાજ્યનાં કોઈ સ્થળે હળવા થી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે 5 તારીખ પછી બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમનાં કારણે રાજ્યમા વરસાદી માહોલ ફરી શરૂ થશે. તારીખ 7 થી 14 ની વચ્ચે બંગાળની ખાડીમાંથી બે સિસ્ટમ ગૂજરાત તરફ આવવાની છે.

આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં કેટલો વરસાદ? અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી

જેને કારણે આગામી 7 થી 14 તારીખમાં રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ 8 તારીખ આસપાસ ગુજરાત પર આવતા તારીખ 8,9, અને 10 માં રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

8 અને 9 તારીખમાં વરસાદની વધુ અસર રહેશે. જ્યારે બીજી સિસ્ટમ 11 તારીખ આસપાસ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. એટલે આ સિસ્ટમના ભાગરૂપે 11,12,13 અને 14 તારીખમાં રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: વોટર આઈડી પર ચૂંટણી પંચની મોટી જાહેરાત, તમે પણ જાણી લો આ જરૂરી સૂચના

જો કે આ વરસાદની અસર 12 અને 13 તારીખમાં વધુ રહેશે. આમ, 7 થી 15 તારીખ સુધીમાં ઉપરા ઉપરી બે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવતા વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ બન્ને સિસ્ટમની અસર વધુ જોવા મળશે અને ભારે વરસાદ વરસશે.