khissu

હવે ત્રણ દિવસ મેઘરાજા મહેરબાન રહેશે, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે...

ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 25થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે આગામી 24 કલાકમાં વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમણે આગાહીમાં જણાવ્યું છે કે, “આજે વલસાડ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે.”

આ સાથે તેમણે જણાવ્યું છે કે, નવસારી, ડાંગ, તાપી, સુરત અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

એ. કે. દાસે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, “મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આવતીકાલે શુક્રવારે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોન પવનો તેને આગળ વધવા દેશે નહીં.

આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 25થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ-કોઈ ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે, આ ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે