કરો વધામણા: ગુજરાતમાં ચોમસાની સત્તાવાર એન્ટ્રી, જાણો કેટલા દિવસ વરસાદની આગાહી

કરો વધામણા: ગુજરાતમાં ચોમસાની સત્તાવાર એન્ટ્રી, જાણો કેટલા દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.

ચોમાસાની સત્તાવારી એન્ટ્રી સાથે જ હવે ગરમીનો પારો પણ ઘટશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન નિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે.

11 જુન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.

12 જુને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી

12 જુને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી.

13 જુને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

14 જુને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

15 જુનં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

16 જુને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

17 જુને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 48 કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે.