ડુંગળીની બજારમાં ભાવમાં મિશ્ર માહોલ છે. નવી ડુંગળીમાં મહુવામાં મણે રૂ.૨૫થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ જેમ-જેમ આવક વધશે તેમ બજારમાં ફેરફાર જોવા મળી શકે છે.
ગોંડલમાં ડુંગળીની ૩૬ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ લાલમાં રૂ.૭૧થી ૩૨૧નાં હતાં. સફેદની ૩૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૨૨૭નાં હતાં.
આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો
આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે
આ પણ વાંચો: કપાસનાં ભાવ 1800 ને ટચ: જાણો આજનાં (03/01/2023) નાં બજાર ભાવ
મહુવામાં લાલ ડુંગળીની ૪૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૪૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૭૧ થી ૨૬૭નાં હતાં.
રાજકોટમાં ડુંગળીની ૭૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૬૦થી ૨૫૧નાં હતાં. રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૨૦થી
૩૦નો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ
ડુંગળીનાં ભાવમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. નાશીકની નિકાસ વેપારો ઉપર પણ બજારની નજર રહેલી છે.
ડુંગળી લાલના બજાર ભાવ (02/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 60 | 250 |
મહુવા | 100 | 341 |
ભાવનગર | 110 | 330 |
ગોંડલ | 71 | 321 |
જેતપુર | 101 | 266 |
વિસાવદર | 53 | 201 |
ધોરાજી | 50 | 271 |
અમરેલી | 100 | 300 |
મોરબી | 100 | 300 |
વડોદરા | 100 | 440 |
ડુંગળી સફેદના બજાર ભાવ (03/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
ભાવનગર | 111 | 256 |
મહુવા | 171 | 267 |
ગોંડલ | 111 | 226 |
તળાજા | 142 | 239 |