Post Office skime: પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ તમને તક આપે માત્ર 100 રૂપિયાથી રોકાણ કરવાની. હા, આ સ્કીમ પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં બહુ ઓછા પૈસાથી રોકાણ કરવાનું શરૂ કરી શકાય છે. આમાં તમે જે નાણાંનું રોકાણ કરો છો તેની સુરક્ષાની પણ ખાતરી છે અને વળતર પણ સારું છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટએ નાના હપ્તાઓ, સારા વ્યાજ દર અને સરકારી ગેરંટી સાથેની સ્કીમ છે.
શું વધારે જમા કરાવી શકાય? કેટલાં વર્ષે? વ્યાજ ગણતરી?
જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ન્યૂનતમ રૂ.100નું રોકાણ પણ કરી શકો છો. તમે આનાથી વધુ રકમ 10ના ગુણાંકમાં જમા કરાવી શકો છો. મહત્તમ જમા રકમ પર કોઈ મર્યાદા નથી. દસના ગુણાંકમાં કોઈપણ મોટી રકમ RD ખાતામાં જમા કરી શકાય છે. પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે રિકરિંગ ડિપોઝીટ ખાતું ખોલવામાં આવે છે. આ સ્કીમમાં જમા કરાયેલા નાણાં પર દર ક્વાર્ટરમાં (વાર્ષિક દરે) વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને તે દરેક ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં (ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત) ઉમેરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની આ ગજબની સ્કીમમાં 100 રૂપિયાના થશે 16 લાખ! જાણો શું છે આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા
આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..
આ રોકાણમાં કેટલું વ્યાજ મળશે?
પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, RD (પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ) સ્કીમ પર હાલમાં 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ નવો દર 1લી એપ્રિલ 2022થી લાગુ થશે. આ એક નાની બચત યોજના છે. ભારત સરકાર દર ક્વાર્ટરમાં તેની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરની જાહેરાત કરે છે.
કઈ સ્થિતિમાં આરડી (RD) ખાતું બંધ કરી દેવામાં આવશે?
જો તમે પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમના હપ્તાની રકમ નિયત તારીખ સુધીમાં જમા કરાવતા નથી, તો મોડા હપ્તાની સાથે, તમારે દર મહિને એક ટકાના દરે દંડ પણ અલગથી જમા કરાવવો પડશે. ઉપરાંત, જો સતત ચાર હપ્તા જમા ન થાય તો ખાતું બંધ કરી દેવામાં આવે છે. જો કે, ખાતું બંધ થયા પછી પણ, તેને આગામી બે મહિના માટે ફરીથી સક્રિય કરી શકાય છે. હા, આ માટે હોમ પોસ્ટ ઓફિસમાં અરજી કરવી પડશે અને નવા હપ્તા સાથે અગાઉના તમામ હપ્તા અને દંડની રકમ જમા કરવી પડશે.
આ ખાતું ખોલવાના નિયમો?
કોઈપણ વ્યક્તિ ઈચ્છે તેટલા આરડી એકાઉન્ટ (RD) ખોલી શકે છે. મહત્તમ ખાતાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. હા, ધ્યાનમાં રાખો કે એકાઉન્ટ ફક્ત વ્યક્તિગત રીતે ખોલી શકાય છે અને પરિવાર (HUF) અથવા સંસ્થાના નામે નહીં. બે પુખ્ત વ્યક્તિઓ એકસાથે સંયુક્ત આરડી ખાતું પણ ખોલી શકે છે. પહેલેથી જ ખોલેલ વ્યક્તિગત RD ખાતું કોઈપણ સમયે સંયુક્ત ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે. તેનાથી વિપરિત, પહેલેથી જ ખુલ્લું સંયુક્ત RD એકાઉન્ટ કોઈપણ સમયે વ્યક્તિગત RD ખાતામાં રૂપાંતરિત થઈ શકે છે.
આ પણ વાંચો: કપાસમાં રેકોર્ડ બ્રેક, એરંડામાં ઊંચા ભાવો તો ડુંગળી અને મગફળીમાં શું? જાણો આજના (11/04/2022, સોમવારના) બજાર ભાવ...
આ પણ વાંચો: આજથી ફોર્મ ભરવાનું ચાલુ, રેશનકાર્ડ ધારકોને મફત અનાજ સહિત બજાર સરવૈયુંને લઈને ખેડૂત સમાચાર...
આ પણ વાંચો: FD અને RD માંથી કયો રોકાણ વિકલ્પ છે સૌથી શ્રેષ્ઠ, જાણો એક ક્લિકે
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો
આ પણ વાંચો: આ ઉનાળામાં ગમે તેટલું AC ચલાવો, લાઈટબિલનું ટેન્શન નહીં આવે , ઘરે લઈ આવો આ AC