Top Stories
pm કિશાન યોજનામાં 8 હપ્તો ક્યારે મળશે? જાણો તમારું નામ છે? કેટલા હપ્તા મળ્યા?

pm કિશાન યોજનામાં 8 હપ્તો ક્યારે મળશે? જાણો તમારું નામ છે? કેટલા હપ્તા મળ્યા?

નમસ્કાર ખેડૂત મિત્રો..

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે કુલ છ હજાર રૂપિયા મળતા હોય છે તે અંતર્ગત ૨૦૨૧ નો ૮ મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતને તેના કેટલા હપ્તા મળી ચૂક્યા છે? કેવી રીતે જોઈ શકાય કે યોજનામાં તમારું નામ છે કે નહિ? ખેડૂતોના ખાતામાં કંઈ રીતે પૈસા જમા થાય છે? તેવા દરેક પ્રશ્નોના જવાબ અહી જાણીશું.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કુલ ૩૨૯૧ લાખ અયોગ્ય લાભાર્થીઓના બેંક ખાતામાં ૨૩૨૬ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આ યોજના મુજબ અનેક પ્રકારની ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેથી ઓછામાં ઓછી ભૂલ થાય અને પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ મળી શકે તેવા પગલાં કેન્દ્ર સરકાર લઈ રહી છે.

૧) ૨૦૨૧ નો ૮ મો હપ્તો ક્યારે મળશે?

નાના અને સીમાંત ખેડૂતો ને આ યોજના અંતર્ગત ૮ મો હપ્તો હોળી પછી મળી શેક છે. કેન્દ્ર સરકાર એપ્રિલથી ૮મો હપ્તો શરૂ કરશે. જોકે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી પરંતુ કેટલાક મીડિયાના માધ્યમથી આ અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે અને વર્ષનો ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચની વચ્ચે આપવામાં આવે છે.

૨) સૌપ્રથમ જાણી લ્યો કે તમારું નામ આ યોજનામાં છે કે નહિ?

૧)  સૌપ્રથમ મોબાઈલ કે કમ્પ્યુટર માં pmkisan.gov.in વેબસાઈટ ખોલો.

૨) ત્યારબાદ તેમાં "Farmer Corner" ઓપ્શન પર ક્લિક કરો.

૩) ત્યારબાદ તેમાં "Beneficiary List" ઓપ્શન પર ક્લિક કરો.

૪) હવે પોતાનું રાજ્ય, જિલ્લો, ઉપ - જિલ્લો, બ્લોક અને ગામનું નામ દાખલ કરો.

૫) હવે નીચે રહેલા "Get Report" બટન પર ક્લીક કરો. જેથી તમારા ગામની આખી યાદી ખુલશે. જેમાં તમારું નામ છે કે નહિ તે ચેક કરી શકશો.

૩) હવે જાણો અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળી ચૂક્યા છે?

૧) સૌપ્રથમ pmkisan.gov.in ની વેબસાઇટ પર જાઓ. તેમાં "Farmer Corner" ટેબ હશે.

૨) તેમાં Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો. એટલે તેમાં નવું પેજ ખુલશે.

૩) જેમાં તમારો આધાર નંબર, બેંક ખાતાનો નંબર કે મોબાઈલ નંબર માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો.

૪) ત્યારબાદ પસંદ કરેલા વિકલ્પ મુજબ નંબર દાખલ કરો અમે પછી "Get Data" ઓપ્શન પર ક્લિક કરો. જેથી તમારા અત્યાર સુધીના બધા હપ્તાની માહિતી મળી જશે.

૪) ખેડૂતોના ખાતામાં કંઈ રીતે પૈસા જમા થતાં હોય છે ?

૧) પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ, ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.  

૨) તે પછી રાજ્ય સરકાર તમારી આવકની માહિતિ, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર ચકાસણી કરે છે. જ્યાં સુધી રાજ્ય સરકાર તમારા ખાતાની ચકાસણી નહીં કરે ત્યાં સુધી પૈસા આવતા નથી.  

૩) રાજ્ય સરકારની ચકાસણી થતાં જ એફટીઓ (FTO) ઉત્પન્ન થાય છે.  

૪) ત્યાર બાદ, કેન્દ્ર સરકાર પૈસા ખાતામાં જમા કરે છે.

૫) હપ્તો નાં મળ્યો હોઈ તો ક્યાં ફરિયાદ કરવી? 

પીએમ કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme ૨૦૨૧) નાં હેલ્પ લાઈન નંબર: 

1) પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261

૨) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

૩) પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

૪) pm kishan yojna E mail id - pmkishan-ict@gov.in 


૬) યોજનામા સહાય ન મળવાના કારણ: 

- Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

- તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 

- યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

- બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

- રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

- અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
( આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.)

 
૭) તમારા બેંક Account માં પૈસા જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 

1) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મળી જશે.

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી જાણી શકશો.

૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા. 

૫) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.

આવી વધારે માહિતી માટે khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો.