Top Stories

PM આવાસ યોજના નિયમોમાં ફેરફાર, જાણી લ્યો નહીંતો તમારું મકાન પાછું છીનવાઈ જશે

જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધરાવો છો અને યોજનાનો લાભ લેવા માંગતા હો અથવા જો તમને આ યોજનાનો લાભ પહેલેથી જ મળી ગયો હોય, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે.  સરકારે પીએમ આવાસ યોજના હેઠળ નિયમોમાં ફેરફાર કર્યો છે.  જો તમે આ નિયમો પર ધ્યાન નહિ આપો તો સરકાર તમારા માથા પરથી છત છીનવી શકે છે.

5 વર્ષ આવાસમાં રહેવું ફરજિયાત છે: નવા નિયમો અનુસાર, જો કોઈ લાભાર્થીને PM આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હોય, તો લાભાર્થીએ અહીં 5 વર્ષ સુધી ફરજિયાત રહેવું પડશે. જો આવું નહિ કરતો તો સરકાર તમારું મકાન જપ્ત કરી શકે છે.

5 વર્ષ પછી લીઝ ડીડમાં રૂપાંતરિત: સરકાર તપાસ કરી રહી છે કે લાભાર્થીઓ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા મકાનોનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં. જો લાભાર્થી તેમને ફાળવેલા મકાનમાં રહે છે તો 5 વર્ષ પછી આ કરાર લીઝ ડીડમાં રૂપાંતરિત કરશે.

મકાન જપ્ત થઈ જશે: પરંતુ જો લાભાર્થી સરકાર દ્વારા આપવામાં આવેલા મકાનોમાં રહેતો ન હોય તો વિકાસ સત્તાધિકારી તમારી સાથે કરેલા કરારને પણ સમાપ્ત કરી દેશે અને તમને ફાળવેલું મકાન જપ્ત કરી લેવામાં આવશે. એટલું જ નહીં, લાભાર્થીએ જમા કરાવેલી રકમ પણ પરત કરવામાં નહીં આવે.

ફ્લેટ ક્યારેય ફ્રી હોલ્ડ નહીં થાય: આ સિવાય અન્ય એક નિયમ બનાવવામાં આવ્યો છે કે શહેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ ફ્લેટ ક્યારેય ફ્રી હોલ્ડ નહીં થાય. આ લાભાર્થીઓએ પાંચ વર્ષ પછી પણ લીઝ પર જ રહેવાનું રહેશે, આમ કરવાથી ફાયદો એ થશે કે પીએમ આવાસ યોજના હેઠળ બનેલા ઘર કોઈ ભાડે ચડાવી શકશે નહીં.

લાભાર્થીના મૃત્યુ બાદ લીઝ ટ્રાન્સફર: જો કોઈ લાભાર્થીનુ મૃત્યુ થાય, તો સરકાર લીઝ પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરશે. આ કરાર હેઠળ, ફાળવણીકારોએ 5 વર્ષ માટે મકાનોનો ઉપયોગ કરવો પડશે, ત્યારબાદ મકાનોની લીઝ પુન સ્થાપિત કરવામાં આવશે.

દોસ્તો આ આખી માહિતી જો તમારે વિસ્તારથી જાણવી હોય તો અમારી khissu ની યુટ્યૂબ ચેનલમાં વિડીયો મુક્યો છે ત્યાં જઈને જોઈ શકો છો અથવા ઉપર આપેલો વિડીયો જોઈ શકો છો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.