Top Stories
khissu

ખેડૂતો દેવુ અને પાકના નુકશાનથી બચવા માટે લઈ શકે છે આ યોજનાનો લાભ

ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારતની લગભગ વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. આમ તો ભારતમાં ખેતીકાર્ય માટે જરૂરી એવા બધા સાધનો ઉપ્લબ્ધ છે, પરંતુ ક્યારેક તેમાં અણધારી આફતો પણ આવે છે. જેમાં ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે આજે જોવા જઇએ તો આઝાદ ભારતે ખેડૂતોને આર્થિક સહાય આપવા બાબતે ઘણા પગલાં લીધા છે. ભારત સરકાર દ્વારા એવી જ એક યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે, 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' (PMFBY).

'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' 
ભારતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆત 18 ફેબ્રુઆરી 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના સંકટ સમયની સાંકળ જેવી યોજના છે, આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનો વીમો મેળવી શકે છે. ખેડૂત ભાઈઓ તેમના પાકનો વીમો મેળવી વાવાઝોડા, તોફાન, વરસાદ કે કોઈ આફતના કારણે તેમના પાકને નુકસાન થાય તો તેના બદલામાં સરકાર તરફથી વળતર મેળવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનો વીમો કરાવીને આર્થિક આપત્તિઓથી રક્ષણ મેળવી શકે છે.


PMFBYના ઉદ્દેશ્ય:
ખેડૂતોને કુદરતી આપત્તિ, જીવાત તથા રોગના કારણે પાકને થયેલાં નુક્સાનમાં મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. 
- આ યોજના ખેડૂતોની આવક સ્થિર રાખે છે જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી શકે.  
- PMFBY ખેડૂતોને ખેતી કરવા માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન પણ આપે છે.

કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે?
PMFBY હેઠળ, પાકનો વીમો લેતી વખતે, ખેડૂતોએ ખરીફ પાક માટે 2 ટકા અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે.

અરજી કરવાની રીત
ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે અરજી કરી શકે છે. જો તમે આ યોજનામાં ઑફલાઇન અરજી કરવા માંગો છો, તો તમે નજીકની પોસ્ટ ઑફિસની મુલાકાત લઈને આ યોજનામાં અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી તમે નીચે મુજબ કરી શકો છો.
- સૌપ્રથમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના'ની અધિકૃત વેબસાઈટ pmfby.gov.in પર જવું.
- તમારી સામે હોમપેજ ખૂલશે.
- તે હોમપેજ પર, ફાર્મર કોર્નર વિકલ્પ પર ક્લિક કરી તમે પાક વીમા માટે અરજી કરી શકો છો.
- ત્યારબાદ, ગેસ્ટ ફાર્મર પર ક્લિક કરવું 
- જેમાં નવું વપરાશકર્તા ખાતું બનાવવા માટે તમારે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
- સંપૂર્ણ વિગતો નોંધાઇ ગયા બાદ 'વપરાશકર્તા બનાવો' વિકલ્પ પર ક્લિક કરવું.
- એટલે તમે તેમાં જોડાઇ જશો ઉપરાંત આ અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.