khissu.com@gmail.com

Top Stories
khissu

8 પાસને પણ સોફ્ટવેર ડેવલપર બનાવશે સરકારની આ યોજના

ઘણી પરિસ્થિતિના કારણે આપણે અભ્યાસ છોડવો પડતો હોય છે. તેથી આપણે તે ડિગ્રી નથી મેળવી શકતા જેનું આપણે સપનુ જોયુ હોય છે. પરંતુ હવે એવુ નથી. સરકાર દ્વારા એવી યોજના ચલાવવામાં આવે છે જેના દ્વારા તમે તમારા સપનાને પુરા કરી શકો છો.

જેના માધ્યમથી તમે હવે એન્જિનિયર પણ બની શકશો. અમે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી કૌશલ યોજનાની. જેમા તમે આઠમું પાસ હોય તો પણ તાલીમ કાર્યક્રમમાં ભાગ લઈને સોફ્ટવેર ડેવલપર બની શકો છે. તમને જણાવી દઈએ કે, આ તાલીમ કાર્યક્રમ માટે અરજીની પ્રક્રિયા મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં શરૂ કરવામાં આવી છે. નોંધનિય છે આવા તાલીમ કાર્યક્રમો ભારતના ઘણા શહેરમાં શરૂ છે અને ઘણા સીટીમાં શરૂ થવા જઈ રહ્યા છે.

નોંધનિય છે કે, આઠમું પાસ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માટે સરકારી સ્વરોજગાર યોજના હેઠળ કોઈપણ એક સરકારી ભવનને ચિન્હિત કરવામાં આવે છે. આ ઉપરાંત તેના વિશે સ્થાનિક અખબારોમાં માહિતી પણ આપવામાં આવે છે. સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ IT/ITS હેઠળ જુનિયર સોફ્ટવેર ડેવલપર માટે તાલીમ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ તાલીમ શાળામાંથી ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

આ અંગે અન્ય ક્લાલિફિકેશનની વાત કરીએ તો, અરજદારની ઉંમર 15 થી 29 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. આ તાલીમનો સમયગાળો 6 મહિનાનો હોય છે અને તાલીમ સંપૂર્ણપણે ફ્રીમાં આપવામાં આવે છે. આ તાલીમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા ન માત્ર સોફ્ટવેર ડેવલપ કરવાની તાલિમ આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓની શંકાઓનું નિવારણ પણ કરવામાં આવે છે.

યુવાનોમાં કેવા પ્રકારની ક્ષમતાઓ છુપાયેલી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તે મુજબ જ તેને કારકિર્દીનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેથી તમે પણ કોઈ સંજોગો વસાત તમારો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી તો તમે આ સરકારી યોજનાનો લાભ લઈ તમારા ભવિષ્યને ઉજ્જવળ કરી શકો છો.