સરકાર દ્વારા શરૂ કરાયેલી PM કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતો, ખૂશખબર માટે થઇ જાઓ તૈયાર. એવો અંદાજ લગાવાય છે કે 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેમાં ખેડૂતોને ઘણો લાભ મળશે. PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામાં ઉમેરવામાં આવનારી રકમ વધી શકે છે. તો શું છે આ યોજના સંબંધિત મોટી જાહેરાત? ચાલો જાણીએ...
તો જાહેરાત કંઇક એવી છે કે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે રકમ આપવામાં આવતી હતી તે વધારવામાં આવશે, એટલે કે હવે ખેડૂતોને એક વર્ષમાં 6 હજારને બદલે 8 હજાર રૂપિયા મળશે. હાલમાં, ખેડૂતોને એક વર્ષમાં ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. હવે તેમાં એક હપ્તાનો વધારો કરવામાં આવશે. એટલે કે હવે 8000 રૂપિયા ચાર હપ્તામાં આપવામાં આવશે.
સરકાર બજેટમાં જાહેરાત કરી શકે છે
પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની માંગ ભૂતકાળમાં ઘણી વખત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. હવે દેશના કરોડો ખેડૂતોને આશા છે કે આ બજેટમાં યોજનાની રકમમાં વધારાની જાહેરાત થઈ શકે છે.
નવા વર્ષે સરકારે 10મા હપ્તાની ભેટ આપી
આ વર્ષની શરૂઆતમાં એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના 10મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.
જાણો કેટલા છે લાભાર્થીઓ
માહિતી અનુસાર, PM કિસાન યોજના હેઠળ દેશભરમાંથી લગભગ 13 કરોડ ખેડૂતો છે.