Top Stories
PM Kisan / શું પતિ-પત્ની બંનેને મળશે યોજનાનો લાભ? સાથે જાણો અત્યાર સુધીમાં મળેલા તમામ હપ્તાની માહિતી

PM Kisan / શું પતિ-પત્ની બંનેને મળશે યોજનાનો લાભ? સાથે જાણો અત્યાર સુધીમાં મળેલા તમામ હપ્તાની માહિતી

જો તમે પણ પીએમ કિસાન યોજનાનાં 9માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. પીએમ કિસાન યોજનાનોનો 9મો હપ્તો  (PM Kisan 9th Installment) ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 9મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પતિ - પત્નિ બંનેને લાભ મળવાપાત્ર છે?

પતિ પત્ની બંનેને યોજનાનો લાભ મળશે કે નહિ?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત મોદી સરકારે ખેડૂતોના પરીવાર ની મદદ માટે કરી હતી. આ યોજનાના નિયમ અનુસાર પરીવાર નો કોઈ એક સભ્ય જ આ યોજનાનો લાભ લઈ શકે છે, એટલે કે પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ શકતા નથી. તેમાંથી માત્ર એક ને જ આ યોજનાનો લાભ લેવાની મંજૂરી છે.

સરકાર વસુલશે રકમ:- જો પરિવારમાં પતિ પત્ની બંને એ આ યોજનાનો લાભ લીધો છે તો સરકાર તેની પાસેથી રકમ વસૂલ કરી શકશે. આવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં પતિ પત્ની બંને એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો હોય. આવા લોકો પાસેથી સરકાર હપ્તાની રકમ વસૂલ કરશે.

ક્યારે આવે છે ત્રણ હપ્તા?
પીએમ કિસાન પોર્ટલ મુજબ યોજનાનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બર થી 31 માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે અને ત્રીજો હપ્તો 1 ઑગસ્ટ થી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે.

અત્યાર સુધીમાં કેટલા હપ્તા આપવામાં આવ્યા છે?
(1) પીએમ કિસાન યોજનાનો પ્રથમ હપ્તો  ફેબ્રુઆરી 2019 માં આપવામાં આવ્યો હતો.
(2) પીએમ કિસાન યોજનાનો બીજો હપ્તો 2 એપ્રિલ 2019 માં આપવામાં આવ્યો હતો.
(3) પીએમ કિસાન યોજનાનો ત્રીજો હપ્તો ઓગસ્ટ મહિનામાં આપવામાં આવ્યો હતો.
(4) પીએમ કિસાન યોજનાનો ચોથો હપ્તો જાન્યુઆરી 2020 માં આપવામાં આવ્યો હતો. 
(5) પીએમ કિસાન યોજનાનો પાંચમો હપ્તો 1 એપ્રિલ  2020 માં આપવામાં આવ્યો હતો. 
(6) પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો 1 ઑગસ્ટ 2020 માં આપવામાં આવ્યો હતો. 
(7) પીએમ કિસાન યોજનાનો સાતમો હપ્તો ડિસેમ્બર 2020 માં આપવામાં આવ્યો હતો. 
(8) પીએમ કિસાન યોજનાનો આઠમો હપ્તો 1 એપ્રિલ 2020 માં આપવામાં આવ્યો હતો.

જાણો એક ખાસ નિયમ:- જો કોઈ ખેતીની જમીન અન્ય કોઈ કામ માટે વાપરે છે તો તેને પણ પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા મળશે નહિ. એટલું જ નહિ, જો કોઈ ખેડૂત બીજાના ખેતરમાં કામ કરશે તો પણ તેને આ યોજનાનો લાભ મળશે નહિ.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.