Top Stories
khissu

PM કિસાન યોજના: હવે આ તારીખે આવશે રૂ. ૨૦૦૦ નો 8મો હપ્તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ખેડુતો સાથે વાત, જાણો ક્યારે આવશે PM કિસાનનો ૮મો હપ્તો?

ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે કે PM Kisan નો 8મો હપ્તો ક્યારે આવશે? ખેડુતોને જણાવી દઈએ કે PM Kisan નો 8મો હપ્તો ક્યારે આવશે તેની તારીખ નક્કી થઈ ગઈ છે. એગ્રિકલચર મિનિસ્ટરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 તારીખે સવારે 11 વાગ્યે ખેડૂતો સાથે વાતચીત કરશે, ત્યારબાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi – PM KISAN) નો 8મો હપ્તો જારી કરવામાં આવશે. આ પ્રોગ્રામ https://pmindiawebcast.nic.in/ પર જોવા મળશે. આ પહેલા મીડિયાના રીપોર્ટસ માં કહેવાયું હતું કે રાજ્ય સરકારો એ RFT (Request For Transfer) Sign કરી દીધી છે અને કેન્દ્ર સરકાર પણ તે પહેલા FTO (Fund transfer Order) જનરેટ કરી ચૂકી છે. લાભાર્થીના એકાઉન્ટમાં Rft signed by state for 8th installment સ્ટેટ્સ દેખાય રહ્યું છે. જો તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભર્યું છે તો તમારું સ્ટેટ્સ તમારી જાતે નીચે પ્રમાણે ચેક કરી શકો છો.

નીચેની પ્રોસેસથી જાણી શકો છો તમારું નામ :
(1) PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.
(2) જમણી બાજુ  'Farmers Corner' લખેલું જોવા મળશે.
(3) ‘Farmers Corner' માં 'Beneficiary List' નામનો ઓપ્શન જોવા મળશે.
(4) 'Beneficiary List' ઓપ્શન પર ક્લિક કરો.
(5) આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો. 
(6) હવે 'Get Report' પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.
(7) આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.
(8) જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.

શું પીએમ કિસાન પર લોન મળી શકે? 
પીએમ કિસાન યોજના અંતર્ગત મોદી સરકાર સસ્તા દર પર લોન પણ આપે છે. આ લોન આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ફાળવવામાં આવે છે જે કિસાન ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારે ગત વર્ષે આ યોજનામાં દરેક ખેડૂતોનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ KCC (કિસાન ક્રેડિટ કાર્ડ) ને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડી દીધી છે. જેનાથી ખેડૂતોને સરળ હપ્તે લોન મળી રહી છે અને તે પણ ઓછા વ્યાજે. જો તમે આ સ્કીમ નો ફાયદો નથી લીધો તો તમે આ સ્કીમનો લાભ લઈ શકો છો.

KCC માટે ક્યાં ક્યાં દસ્તાવેજની જરૂર પડે?
પીએમ કિસાન ની વેબસાઇટ પર KCC ફોર્મ આપેલું છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો ની જરૂર પડશે. સાથે એક બીજો પત્ર પણ હશે જેમાં દર્શાવવાનું રહેશે કે તમે બીજી કોઈ બેંકમાંથી લોન લીધેલી નથી. ફેબ્રુઆરી 2020 સુધીમાં 6.67 કરોડ KCC ખાતા એક્ટિવ હતા.

કઈ કઈ બેંક દ્વારા KCC આપવામાં આવે છે?
પીએમ કિસાન અંતર્ગત જે ખેડૂત મિત્રો KCC બનાવવા માંગે છે તે Co-operative Bank, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને IDBI માં જઈને અરજી કરવાની રહેશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 7મોં હપ્તો ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો. pmkisan.gov.in પર આપવામાં આવેલા આંકડાઓ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2020 નાં રોજ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.