આવતી કાલે 1 ઓગસ્ટ છે અને પહેલી ઓગસ્ટથી ખેડૂતના ખાતામાં આવશે 2000 રૂપિયા. કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની સહાય મળે છે. દર ચાર મહિને 2 હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. પીએમ કિસાન યોજનામાં દેશના 12 કરોડથી વધારે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે. મળતી માહિતી અનુસાર આવતીકાલથી ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર 2000 રૂપિયાનો નવમો હપ્તો જમા કરશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એવા લોકોને જ લાભ મળી રહ્યો છે જે ઇન્કમ ટેક્સ (ITR) નથી ભરતા અને જો કોઈ લાભાર્થી ઇન્કમ ટેક્સ ભરે છે તો તેને આ વખતે 8મો હપ્તો પણ નહિ મળે.
યોજનામાં લાભ લેવા શું કરવું પડે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જે જમીનના કાગળિયાને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ તમે તમારા ગામમાં વી.સી.ઈ ઓપરેટર દ્વારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને કરાવી શકો.
9 મો હપ્તો મળશે તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
1) સૌથી પહેલાં https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જાવ.
2) ત્યાર બાદ નીચે farmer Corner માં જાવ.
3) ત્યાર પછી beneficiary list માં જાવ.
4) ત્યાર બાદ નવું પેજ ખુલશે જેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, નગર સિલેક્ટ કરો.
5) બધી માહિતી એન્ટર કર્યા બાદ સર્ચ (Get reporte) કરો, એક નવું લિસ્ટ ખુલશે. (તમારા ગામ/નગર/શહરનું)
6) જે યાદીમાં તમારું નામ હશે તો તમને 9 મો હપ્તો મળી જશે.
તમને હપ્તો ન મળવાનું કારણ?
1) Pm-kishan 2021 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.
2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.
5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે...
6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.
પીએમ કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:
1] પીએમ કિશાન યોજના નાં હેલ્પલાઈન નંબર -155261
2] કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
3] પીએમ કિશાન લેન્ડલાઈન નંબર- 011-23382401,011-23381092
4] pm kishan yojna E mail id - pmkishan-ict@gov.in
તમારા બેંક એકાઉન્ટમાં 2000 નો 9 મો હપ્તો જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું?
1} બેંકમાં Register મોબાઇલ નંબર પરથી SMS કરી બેંક બ્લેન્સ જાણી શકાય છે.
2} તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.
3} બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગથી બ્લેન્સ જાણી શકો.
4} Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા અથવા ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.
7-8-9મો હપ્તો મળવામાં રાહ કેમ જોવી પડે છે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi – PM KISAN) માં ઘણી જગ્યાએ એકાઉન્ટમાં સમસ્યાઓ જોવા મળી છે. તેથી સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ લાભાર્થીઓને અન્યાય ન થાય અને યોગ્ય લાભાર્થીના ખાતામાં જ પૈસા જમા થાય. અમુક જગ્યાએ એકાઉન્ટ વેરીફીકેશન પ્રક્રિયા પણ શરૂ છે. હજુ સુધીમાં ઘણા રાજ્યોએ RFT એપ્રુવ કર્યું નથી જેથી 7-8-9માં હપ્તા માટે ખેડૂતોને હજી થોડી રાહ જોવી પડશે.
મોબાઈલ ફોનથી પણ જાણી શકો છો હપતાની માહિતિ: જો તમને 7-8-9મોં હપ્તો મળ્યો છે કે નહિ તે હવે ઘર બેઠા મોબાઈલ ફોનની મદદથી પણ જાણી શકો છો. તેના માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ પર જવું પડશે. જો તમને ત્યાં Waiting for approval by state લખેલું જોવા મળે તો તેનો મતલબ એવો છે કે હજુ સુધી તમારા ખાતામાં 7-8-9મો હપ્તો નથી આવ્યો અને જો તમારા સ્ટેટ્સમાં Rft signed by state government લખેલું જોવા મળે તો તમે આપેલી માહિતી હજુ અધૂરી છે અને તમારા ખાતામાં પૈસા થોડા સમય બાદ જમાં થશે. FTO નુ પૂરું નામ Fund transfer order છે. તેનો મતલબ એમ થાય કે હજુ સુધી સરકારે તમારા ખાતામાં પૈસા જમા કર્યા નથી અને 8માં હપ્તાની પ્રક્રિયા હજુ ચાલુ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો અથવા તો યોજનાનો લાભ લઈ રહ્યા છો તો અમુક પ્રશ્નો તમને થતા હશે જેથી અમે તમારી વ્યથાનું સમાધાન લઈને આવ્યા છીએ.
8મો હપ્તો ક્યારે મળશે? : હજુ સુધી ઘણા રાજ્યોએ RFT એપ્રુવ નથી કર્યું. જ્યારે રાજ્ય સરકાર RFT એપ્રુવ કરશે ત્યાર બાદ કેન્દ્ર સરકાર FTO જનરેટ કરશે અને ત્યારબાદ જ પીએમ કિસાનનો 8મો હપ્તો લાભાર્થીઓને મળશે.
જો તમારી માહિતી ખોટી છે તો તેને કેમ સુધારી શકો છો? : જો તમે રજીસ્ટ્રેશન કરેલ અરજીમાં અને તમારા આધાર કાર્ડમાં નામ અલગ અલગ હોય તો તમે ઓનલાઇન સુધારો કરી શકો છો. તેની માટે કિસાન સન્માન નિધિ યોજના ની ઑફિસિયલ વેબસાઈટ પર જઈ જાણકારી મેળવી શકો છો.