Top Stories
khissu

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.O: ઘર બેઠાં ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય? આ યોજનાનો લાભ કોને મળશે? જાણો તમામ માહિતી વિગતવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટે ઉત્તરપ્રદેશનાં મહોબા થી ઉજ્જવલા યોજના 2.O ની શરૂઆત કરી હતી. ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. ચાલો જાણીએ યોજનાની વિગતો.

ઉજ્જવલા યોજના શું છે :- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો ને LPG કનેક્શન આપે છે. આ યોજના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયનાં સહોયગથી ચલાવવામાં આવે છે. ઉજ્જવલા યોજના 2.O હેઠળ લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રથમ રિફિલ અને ચૂલો મફતમાં આપવામાં આવશે. આ સિવાય જો તમે ઘરથી દૂર ભાડે રહો છો, અને તમારી પાસે કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એટલે કે એડ્રેસનો પુરાવો ન હોય તો પણ તમે ઉજ્જવલા યોજના 2.O હેઠળ ગેસ કનેક્શન લઈ શકો છો. આથી લાભાર્થીઓને એક ફાયદો થશે કે નોકરી બદલવાના કારણે ગેસ કનેક્શન મેળવવામાં કોઇ તકલીફ નહી રહે.

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ :- 
1} માત્ર મહિલાઓ જ ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકે છે.
2} કોઈપણ શ્રેણીમાં ગરીબ પરીવાર હેઠળ સુચિબદ્ધ હોવું જરૂરી છે.
3} અરજદાર મહિલા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
4} એક જ ઘરમાં આ યોજના હેઠળ અન્ય કોઈ LPG ગેસ કનેક્શન હોવું ન જોઈએ.

ઉજ્જવલા યોજના 2.0 નાં લાભ માટે આ ડોક્યુમેન્ટ જરૂરી :-
(1) ઉજ્જવલા કનેક્શન માટે eKYC હોવું જરૂરી છે.
(2) અરજદારનું આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે કામ કરશે.
(3)કોઈપણ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ ગરીબી રેખાથી નીચેનું રેશનકાર્ડ.
(4) પરિવારમાં રહેતા તમામ સભ્યોના આધાર કાર્ડ.
(5) બેંક ખાતા નંબર અને IFSC કોડ.

અરજી કઈ રીતે કરવી :- ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે તમે pmuy.gov.in ઓફિસિયલ પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છે.
> ઓનલાઇન પોર્ટલ pmuy.gov.in  પર ક્લિક કરીને Apply For New Ujjwala 2.O Connection પર ક્લિક કરો.
> તમને પેજની નીચે ત્રણ ઓપ્શન મળશે. ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી.
> તમારી સુવિધા મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરીને નવા કનેકશન માટે માહિતી ભરી સબમિટ કરો .
> આ સિવાય જો તમે ઇચ્છો તો તમે ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકો છો અને નજીકની ગેસ એજન્સી નાં ડીલર ને આપી શકો છો.
> Document verification પછી તમને સરકાર દ્વારા LPG ગેસ કનેક્શન આપવામાં આવશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.