Top Stories
khissu

PNB કિસાન તત્કાલ ઋણ યોજના: તમામ ખેડૂતોને મળશે ફટાફટ લોન, એ પણ કોઇ વસ્તુ ગીરવી મુક્યા વિના...

 બેંકો દેશના ખેડૂતોને ખેતી માટે લોન આપે છે. પરંતુ તેની પ્રોસેસ ક્યારેક એટલી મુશ્કેલ બની જાય છે કે ખેડૂત પરેશાન થઈ જાય છે.  દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) દેશના ખેડૂતોને સરળ લોન આપવાની યોજના ચલાવી રહી છે. આ યોજનાનું નામ પીએનબી કિસાન તત્કાલ યોજના છે. PNB ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ યોજના ચલાવી રહી છે. આ યોજનાની ખાસ વાત એ છે કે લોન લેવા માટે કોઈપણ વસ્તુ ગીરવી નહિ મૂકવી પડે.

પીએનબીના નોટિફિકેશન અનુસાર, કિસાન તત્કાલ લોન યોજના હેઠળ ખેડૂતોને તેમની હાલની લોન મર્યાદાના 25 ટકા સુધીની લોન આપવામાં આવશે, જેમાં મહત્તમ 50,000 રૂપિયાની મર્યાદા હશે. જોકે, આ માટે ખેડૂતોએ કંઈપણ વસ્તુ ગીરવી રાખવી પડશે નહીં કે બીજો કોઈ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

સરળ હપ્તામાં ચુકવણી: બેંકે કહ્યું કે ખેડૂતોને આ લોન ચૂકવવા માટે સરળ હપ્તાની સુવિધા મળશે, જેમાં તેઓ 5 વર્ષમાં આ લોન ચૂકવી શકશે. આ માટે ખેડૂતને લોન લીધા બાદ 12 મહિનાનો સમય પણ આપવામાં આવશે.

PNB એ કહ્યું કે કોઈપણ ખેડૂત અથવા ખેડૂતોનું જૂથ કે જેમની પાસે પહેલેથી જ કિસાન ક્રેડિટ કાર્ડ છે તેઓ આ ખેડૂત તત્કાલ લોન યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે તેનો છેલ્લા બે વર્ષનો રેકોર્ડ સાચો હોવો જોઈએ.