Top Stories
આ યોજનામાં કરો રોકાણ તમારૂ ઘડપણ બનશે સુરક્ષિત

આ યોજનામાં કરો રોકાણ તમારૂ ઘડપણ બનશે સુરક્ષિત

ભારત સરકાર સમાજના દરેક વર્ગો માટે યોજનાઓ બહાર પાડી રહી છે. આ યોજનાઓ તમારી મહેનતની કમાણીને સાચવે છે અથવા તો તે કમાણીમાં વધારો કરીને આપે છે. એમ પણ કહી શકાય કે સરકારી યોજનાઓ થકી તમે તમારા જીવનની જરૂરીયાતોને પુરી શકો છો. સરકાર દ્વારા મળતી આ સહાયતા લગભગ દરેક ઉંમરની વ્યક્તિઓને મળી રહી છે. તો આજે અમે વડીલો માટે આ ખાસ યોજના લઇને પ્રસ્તુત થયા છીએ. જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે એ રોકાણ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળશે. સાથે જ તેમાં રોકાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

વ્યાજ દર

હાલમાં આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં 7.4 ટકાનો વાર્ષિક વ્યાજ દર છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ થશે.

રોકાણની રકમ

પોસ્ટ ઓફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં, ખાતામાં માત્ર એક વાર જ જમા કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ડિપોઝિટ રૂ. 1,000માં કરવાની રહેશે. આ રકમ 15 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.

ખાતું ખોલાવવાની શરતો

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત, 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ નિવૃત્ત નાગરિક કર્મચારી ખાતું ખોલાવી શકે છે, આ સાથે, 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ નિવૃત્ત સંરક્ષણ કર્મચારી પણ ખાતું ખોલી શકે છે. આમાં રોકાણ નિવૃત્તિ લાભો મળ્યાના એક મહિનાની અંદર કરવાનું રહેશે. એકાઉન્ટ વ્યક્તિગત ક્ષમતામાં અથવા ફક્ત જીવનસાથી સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલી શકાય છે.

પાકતી મુદ્દત

ખાતું ખોલ્યા તારીખથી પાંચ વર્ષના સમયગાળા પછી બંધ કરી શકાય છે. જે માટે, વ્યક્તિએ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે યોગ્ય અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો ખાતાધારક મૃત્યુ પામે તો ખાતાધારકના મૃત્યુની ઘટનામાં, મૃત્યુની તારીખથી, ખાતામાં પોસ્ટ ઓફિસ બચત ખાતાના દરે વ્યાજ મળશે. જો જીવનસાથી સંયુક્ત ધારક અથવા એકમાત્ર નોમિની હોય, જો જીવનસાથી આ ખાતું ખોલવા માટે લાયક હોય અને તેની પાસે બીજું SCSS ખાતું ન હોયતો ખાતું પાકતી મુદત સુધી ચાલુ રાખી શકાય છે

ટેક્સમાં રાહત
વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં કરાયેલા રોકાણ પર આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કર કપાત માટે દાવો કરી શકાય છે. આ કલમ હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી કરમુક્તિનો લાભ મેળવી શકાય છે.