Top Stories
khissu

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: જેમાં ખેડુતોને મળે છે રૂપિયા ૩ લાખની લોન

પ્રધાનમંત્રી એ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓને ખેતી માટે સૌથી સસ્તી લોન આપવાની યોજના બનાવી છે. જેથી કોઇપણ ખેડૂત પૈસાના અભાવે ખેતી બંધ ન કરે.

આ યોજનાનો મુખ્ય હેતુ :-

કિસાન ક્રેડિટ કાર્ડ આપવા પાછળનો હેતુ પાક ધિરાણ લેનાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયે લોન મળી રહે તે છે, જે પહેલાની પાક ધિરાણ યોજનાની મુખ્ય સમસ્યા હતી. આ યોજના મુજબ એક બાજુ ખેડૂતોને પૂરતું ધિરાણ યોગ્ય સમયે મળી છે, જેનો ઉપયોગ તેઓ ઉત્પાદનના સાધનો અને અન્ય સહાયક વસ્તુની ખરીદી માટે કરી શકે છે. જ્યારે બીજી બાજુ કોઈપણ સ્ત્રોતથી તેમને નાણા મળી જાય તો ત્યારે તેનો ઉપયોગ તેઓએ લીધેલા ધિરાણની ભરપાઈ કરી શકે છે. જે તેમના વ્યાજના ભારમાં ઘટાડો કરી શકે છે. 

લાભ કોને મળે ?
 

બધા ખેડૂતો - વ્યક્તિગત / સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે તેને આ યોજના નો લાભ મળે, ત્યાર બાદ ભાડૂત ખેડૂતો (ભાડેથી જમીન લઈ ખેડૂત ખેતી કરતા હોય), મૌખિક પટ્ટેદારો અને ભાગમાં પાક લેનારાઓ તથા ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (ખેડૂત અને મજૂર બંને) ને આ લાભ મળવા પાત્ર છે.

કેટલો લાભ મળે ?
 

5 વર્ષ માટે આ ક્રેડિટ સુવિધા મંજૂર કરવામાં આવે છે. સરકાર શ્રી દ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેકટર દીઠ નક્કી કરેલ દરથી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે વધારે ધિરાણ મળે છે. રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ સાત ટકાના વ્યાજદર થી પાક ધિરાણ મળે છે અને સરકાર શ્રી તરફથી ૩ ટકાના દરે વ્યાજ સબસિડી મળે છે. આ સબસિડી મેળવવા માટે નિયત તારીખ પહેલાં લોનની ભરપાઈ કરવી પડે છે.

ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતનાશક દવા ખરીદી શકે છે. તેના માટે રૂપિયા 3 લાખની લોમ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડમાં રૂપે કાર્ડની સુવિધા આપવામાં આવે છે, એટલે કે KCC ATM કાર્ડથી તમે પૈસા ઉપાડી શકો છે. 

લાભ ક્યાંથી મળે ?
 

જાહેર ક્ષેત્રની કોમર્શિયલ બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો દ્વારા અમલમાં.

ક્યાં ક્યાં પુરાવાઓ જોઈશે ?
 

- અરજી ફોર્મ

- ઓળખના પૂરાવા - આધાર કાર્ડ ની નકલ, પાનકાર્ડ ની નકલ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાયસન્સ.

- રહેઠાણ નો પુરાવો - આધાર કાર્ડ, લાઇટ બીલ, લીઝ કરાર, ચુંટણી કાર્ડ. 

- ખેતીની જમીનની માલિકી હકકના પુરાવા - 7/12, 8 - અ તેમજ 6 નંબર નુ હકપત્રક. 

આવી રીતે બનાવો તમારું ક્રેડિટ કાર્ડ : 
 

(૧) પહેલા તમારે https://pmkisan.gov.in/ પર જવું પડશે. આ વેબસાઇટમાં, ખેડૂત ટેબની જમણી બાજુએ કેસીસી ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 

(૨) ખેડૂત ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવાનું રહેશે. 

(3) તે પછી, ખેડૂત આ ફોર્મ ભરીને તેની નજીકની કમર્શિયલ બેંકમાં આપી શકે છે. એકવાર કાર્ડ તૈયાર થઈ જાય પછી, બેંક ખેડૂતને જાણ કરશે અને તેના સરનામાં પર મોકલવામાં આવશે. 

(૪) આ ફોર્મ ભરવું એકદમ સરળ છે. આમાં ખેડૂતે પહેલા જે બેંકમાં અરજી કરી છે તેનું નામ અને શાખાનું નામ ભરવું આવશ્યક છે.

(૫) નવું ક્રેડિટ કાર્ડ બનાવવા માટે "ઇશ્યૂ ઓફ ફ્રેશ કેસીસી" પર ટિક કરવું પડશે. આ ઉપરાંત ખેડુતોને પીએમ કિસાન યોજના માટે અપાયેલા અરજદારનું નામ અને બેંક ખાતાનું નામ ભરવાનું રહેશે.