Top Stories
khissu

સરકાર આ યોજના હેઠળ મહિલાઓને આપી રહી છે 6000 રૂપિયા, જાણો તમામ વિગતો

મહિલાઓ માટે સરકાર ઘણી સહાયક યોજનાઓ બહાર પાડતી હોય છે. ઉપરાંત, સરકાર સ્ત્રીઓને ગૃહઉધ્યોગોમાં સબસિડી આપીને મદદરૂપ થાય છે. મહિલાઓને શિક્ષિત બનાવવાથી લઇને તેમને દેશમાં પુરૂષ સમોવડા હક આપવા, તેમના હિતનું રક્ષણ કરવું આ બધી બાબતોએ સ્ત્રીઓનું આત્મગૌરવ વધાર્યું છે. હજુ પણ સરકાર દ્વારા એવી ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જે સ્ત્રીઓને આર્થિક મદદ પૂરી પાડે છે.

કેન્દ્ર સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે
આજે આપણે એક એવી જ યોજના વિશે જાણકારી મેળવવાનાં છીએ. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ખાસ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. તો, કેન્દ્ર સરકારની મહિલાઓ માટે ચલાવવામાં આવતી આ યોજનાનું નામ છે,"પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના" આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે. ચાલો જાણીએ શું છે આ યોજના તથા તેનો લાભ લેવા માટેની શરતો.

આ મહિલાઓને મળે છે લાભ
"પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના" 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા સરકાર એવી મહિલાઓને નાણાકીય સહાય આપે છે જે પ્રથમ વખત ગર્ભવતી થયેલ હોય અને જે સ્તનપાન કરાવતી હોય એટલે કે, સગર્ભા મહિલાઓ જ આ યોજના માટે અરજી કરી શકે છે. તેથી, આ યોજનાને "પ્રધાન મંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના" પણ કહેવામાં આવે છે. 

અરજી માટે જરૂરી દસ્તાવેજો
- બેંક પાસબુક
- માતાપિતાનું ઓળખ પત્ર
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ

"પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના" હેઠળ સરકાર સગર્ભા મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ નાણાં સરકાર ત્રણ તબક્કામાં આપે છે. તેઓ પ્રથમ તબક્કામાં 1000, બીજા તબક્કામાં 2000 અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા આપે છે. સરકાર દ્વારા છેલ્લા હપ્તામાં જે 1000 રૂપિયા આપવામાં આવે છે તે બાળકના જન્મ સમયે હોસ્પિટલને આપવામાં આવે છે. આ યોજના વિશે વધુ માહિતી માટે, તમે તેની સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/ યોજના/પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનાની મુલાકાત લઈ શકો છો.