પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) ને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ 40 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનામાં વીમા સહિતની યોજનામાં અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. આવી જ એક સુવિધા ઓવરડ્રાફ્ટ લિમિટની છે.
10 હજાર રૂપિયા સુધીની રકમ: આ અંતર્ગત, જો તમારા જન ધન ખાતામાં બેલેન્સ ન હોય તો પણ, તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. એટલે કે આ સ્કીમ ટૂંકા ગાળાની લોન જેવી છે. અગાઉ આ રકમ 5 હજાર રૂપિયા હતી. જન ધન ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. તેમજ, ઓવરડ્રાફ્ટ સુવિધા આ ખાતાના સંતોષકારક કામગીરીના 6 મહિના પછી જ મળવાપાત્ર રહેશે. એ ઉપરાંત, 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ કોઈપણ શરતો વગર ઉપલબ્ધ છે.
43 કરોડથી વધુ ખાતા: પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) ખાતાઓની સંખ્યા માર્ચ 2015 માં 14.72 કરોડ હતી જે ત્રણ ગણી વધીને 18 ઓગસ્ટ સુધીમાં 43 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. તેમાંથી 55% જન ધન ખાતા ધારકો મહિલાઓ છે. લગભગ 67 ટકા જન ધન ખાતા ગામડા અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે. PMJDY ખાતાધારકોને RUPAY કાર્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધી જારી કરાયેલા RUPAY કાર્ડની કુલ સંખ્યા 31.23 કરોડ છે.
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોના મહામારી દરમિયાન મહિલા PMJDY ખાતાધારકોના ખાતામાં કુલ 30,945 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. લગભગ 5.1 કરોડ PMJDY ખાતાધારકોને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મળે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.