khissu

અંબાલાલ પટેલ અને જ્યપ્રકાશ માઢકેની આગાહી:  લો પ્રેશરની અસરના કારણે ગુજરાતમાં જુલાઈના અંતમાં પણ સારા વરસાદની શક્યતા

અમરેલીના લીલીયા મોટાનાં જાણીતા જ્યોતિષ જયપ્રકાશ માઢકે જણાવ્યું હતુકે ૨૮ જુલાઈને રવિવારે લો પ્રેશર પૂર્વ તથા મધ્ય ગુજરાતની નજીક હતુ. 29 તારીખે તેની અસર થોડા અંદરના ભાગમાં આવતાં મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક અંદરના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે.

31 જૂલાઈ એ બંગાળની ખાડી વાળુલો પ્રેશર એવી સ્થિતિએ હશે કે અરબ સાગર ઉપરથી ભેજ એ પ્રેશર તરફ ખેંચાશે જે ગુજરાત ઉપર થઈ ને ત્યાં જશે જેથી સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક વિસ્તારોને વરસાદનો લાભ મળશે. એકંદરે તા. 29 જૂલાઈ તથા 31 થી ઓગષ્ટ થી 5 ઓગષ્ટ સુધી ગુજરાત માં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજી દેશનાં ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ બરાબર નથી અને અછત છે. દક્ષિણ ગોળાર્ધના પરિબળો નબળા છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હિંદ મહાસાગરમાં કંઈક અંશે વાદળો બને, અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફુંકાઈ, બંગાળના ઉપસાગરમાં તા.૨૬ આસપાસ, તા.૩૦ જુલાઈ આસપાસ અન્ય પાંચ ઓગસ્ટ આસપાસ હવાના દબાણ વચ્ચે જેના લિધે ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.

તા.૨૯-૩૦ જુલાઈમાં મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગરના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને રાજકોટના ભાગમાં પણ વરસાદની શક્યતા રહે. કચ્છનાં ભાગમાં પણ ભારે વરસાદની સંભાવનાં રહે છે.

દક્ષિણ ગુજરાતના ભાગ આહવા, ડાંગ, વલસાડ, તાપીના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના વડોદરના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત ભાગ, પંચમહાલના ભાગમાં ભારે વરસાદની શક્યતા હેઅને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે. આમ છત્તા ઉત્તર ગુજરાતના ભાગમાં હજી વરસાદ ઓછો છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ વગેરે ભાગમાં વરસાદ ઘણો ઓછો છે. ૨૯ જુલાઈમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગો, દક્ષિણ સોરાષ્ટ્ર અનેગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે તેમ છે. કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે. ત્રણ ઓગસ્ટ પછી પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે.