ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી થોડી વારે ધૂપ છાવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજા લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટીયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાં જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ.
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ રહેશે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જયારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
આજે ક્યાં-ક્યાં પછી શકે છે વરસાદ?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે ગુજરાતના કેટલાં હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી,સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે.
ગુજરાતના માથે ભમે છે વરસાદી ટ્રફ લાઈન-
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે.
એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.
વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલ માટે પણ ઘાતક આગાહી કરાઈ છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક બે દિવસ નહીં હવામાન વિભાગે કરી દીધી છે આખા સપ્તાહ માટેની આગાહી. 10 જુલાઈથી લઈને આગામી 16 જુલાઈ એટલેકે, એક સપ્તાહ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.