સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક ગરીબોની કેટેગરી એટલે રેશનકાર્ડ.
જે વ્યક્તિ પાસે રેશનકાર્ડ છે એવા વ્યક્તિને પોંગલ તહેવાર આવતાં 2500 રૂપિયા કેશ માં આપવાની જાહેરાત તમિલનાડુ સરકારે કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ ત્યાંનાં લોકોને ચોખા ખરીદવા માટે રૂ. 2500 આપવાની જાહેરાત શનિવારે કરી હતી.
જાહેરાત મુજબ લોકોને 4 જાન્યુઆરી થી પૈસા ચૂકવવાનું ચાલુ કરવામાં આવશે. આવનાર પોંગલ (Pongal) તહેવાર ની ખુશી માં સરકારે જાહેરાત કરી છે.
તામિલનાડુંમાં 2.6 કરોડ રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે આ જાહેરાત થકી.
સરકારે પોંગલ તહેવાર આવતાં આ જાહેરાત કરી છે અને છેલ્લાં વર્ષે પણ સરકારે ત્યાં 1000 રૂપિયા આપ્યા હતા અને આ વર્ષે એમાં 1500 નો વધારો કરી 2500 આપશે. સાથે 1 કિલો ખાંડ, ચોખા, શેરડી પણ મફતમાં આપવામાં આવશે. આ દરેક વસ્તુ પોંગલ ( Pongal ) તહેવાર ( 14 જાન્યુઆરી ) પહેલા મળી જશે. અને આ જાહેરાત ત્યાંની સરકાર ( AIADMK ) 2014 થી કરે છે, શરૂઆત 100 રુપિયા આપવાથી થઈ હતી અને આજે 2500 સુધી પહોંચી છે.
ખુશીનાં તહેવાર આવતા જો તામિલનાડુની સરકાર ત્યાંના રેશનકાર્ડ ધારકોને આ રીતે સહાય આપી શકતી હોય તો ગુજરાત સરકાર ના આપી શકે? શું ગુજરાતનાં સ્થાપના દિવસે ( 1 May નાં રોજ ) ગુજરાતનાં રેશનકાર્ડ ધારકોને આવાં લાભો મળવા જોઈએ? તમારાં પ્રતિભાવો નીચે જણાવજો.