રેશનકાર્ડમાં આવ્યા મોટા સુધારા અને ફાયદા ,આજે જ જાણી લો
06:38 PM, 05 August 2021 - Team Khissu
રેશનકાર્ડમાં આવ્યા મોટા સુધારા અને ફાયદા ,આજે જ જાણી લો
https://khissu.com/guj/post/reshan-card-ma-mota-sudhara
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
રેશનકાર્ડ માં સુધારા :
- ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમારે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે જે રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં હોય એવા રેશનકાર્ડનો બંધ કરી દેવા માટે સરકારે આદેશ કર્યો છે. એટલે કે આધાર નંબર વગરના નામો રેશનકાર્ડ માંથી રદ કરવામાં આવશે.
એક રેશનકાર્ડમાંથી બીજું રેશનકાર્ડ બનાવવા માટે નિયમોમાં સુધારા :
- BPL રેશનકાર્ડ ને APL કરી દેવામાં આવતું હતું હવે એમાં સુધારો જોવા મળશે ( Official પરિપત્ર બાકી છે જાહેરાત થઈ છે.) ઉદારણ. તમારા પરિવાર નું રેશનકાર્ડ BPL માં છે અને એમાંથી કોઈ વ્યક્તિ ને અલગ રેશનકાર્ડ બનાવવું છે તો એમને નવું રેશનકાર્ડ APL માં કરી દેવામાં આવતું હતું પણ હવે નવી માહિતી અનુસાર એ જ કેટેગરી રહશે.
રેશનકાર્ડ ને લગતા કામો જડપી બનશે:
- રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકો - લોકોને રેશનકાર્ડની કામગીરીને સ્પર્શતી સેવાઓ ખૂબ ઝડપી અને સરળતાથી થઇ શકે તે માટે નિશ્ચિત સમયમર્યાદા નિયત કરવામાં આવી છે. તદ્દઅનુસાર , નવા રેશનકાર્ડ માટેના ફોર્મ નં .૨ નો ૧૫ દિવસમાં નિકાલ કરાશે .
- રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની , નામ રદ કરવાની , નામમાં કે સરનામામાં સુધારા - વધારા કરવાની એમ ત્રણેય બાબતો માટેની પ્રક્રિયા જે દિવસે આ અંગેના નિયત ફોર્મ મળે તે જ દિવસે કરી દેવાશે.
- આ ઉપરાંત , રેશનકાર્ડ ધારકના કુટુંબના વિભાજનથી અલગ રેશનકાર્ડ મેળવવા અંગેની નિયત અરજી અને રેશનકાર્ડધારકના પાલક - વાલીની નિમણૂંક માટેના ફોર્મ તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાની અરજીઓ એમ ત્રણેયનો નિકાલ સાત દિવસમાં કરાશે .
હાલ ચાલુ લાભો :
- એક દેશ એક રેશનકાર્ડ યોજના (One Nation one ration yojna) રાજ્યમાં અમલ થઈ રહ્યો છે.
- Lockdown ને કારને ગુજરાત માં અનાજ વિતરણ પ્રક્રિયા દુકાનદારો દ્વારા ઓફલાઇન થતી હતી હવે Septembers મહિનાથી ફરી અનાજ વિતરણ પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે જેમાં તમારે અનાજ મેળવવા માટે બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટ અને આધાર કાર્ડ આપવું પડશે.
- સપ્ટેમ્બર મહિનાથી અન્નબ્રહ્મ યોજના નો વિસ્તાર વધારવામાં આપશે, જેમાં કુટુંબ વિહોણા, ઘરવિહોણા, પ્રવાસી યાત્રિકો, શ્રમિકો, મજુર વર્ગને, અનાજ આપવામાં આવશે,ગરીબી રેખા નીચે આવતા અને રેશનકાર્ડ ન ધરાવતા હોઈ તેવા અત્યંત ગરીબ લોકો ને.
- જે લોકો ને ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં ચણાનો જથ્થો નથી મળ્યો એ લોકોને સપ્ટેમ્બર મહિનામાં આપવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.
- પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ સપ્ટેમ્બર મહિનામાં અને આવનારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ મળશે.