ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અટલબિહારી વાજપેયી ના જન્મદિન નિમિતે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કૃષિ કલ્યાણ કાર્યક્રમ હેઠળ ૧૧૨૦.૭૨ કરોડની સહાય આપવામાં આવી છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત રાજયકક્ષાના કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં રાજ્યભરના ૨૪૮ તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાનો ને સેટકોમ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જાહેરાત કરી હતી.
આ જાહેરાત અંતર્ગત કુલ સાત પ્રકારની યોજના માં સમાવેશ ખેડૂતોને આ રકમનો લાભ મળશે. આ સાત યોજના માં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ સહાય, નાના-છૂટક વેપારીઓના માલનો બગાડ અટકાવવા છત્રી વિતરણ, જીવમૃત બનાવવા કીટ સહાય, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની વાડ યોજનાની સબસીડી અને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય લક્ષની સહાય માટેની યોજના નો સમાવેશ થાય છે.
ગુજરાતના ૨૪૮ તાલુકામાં રહેલા ખેડૂતો સાથે ગાંધીનગર ના મહાત્મા મંદિર થી સેટકોમ મારફતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સંવાદ કર્યો હતો. તેને જણાવ્યું કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં રાજ્યના દરેક ગામમાં દિવસે વીજળી પુરી પાડવાનો લક્ષ્ય છે.
Copyright © 2024 Khissu. All Rights Reserved