Top Stories
પૈસા નથી? તો મુંજાઈ શું ગયા...  'મફત વીજળી યોજના'નો લાભ લેવા SBI આપી રહી છે જોરદાર લોન

પૈસા નથી? તો મુંજાઈ શું ગયા... 'મફત વીજળી યોજના'નો લાભ લેવા SBI આપી રહી છે જોરદાર લોન

PM Surya Ghar Muft Bijli Yojana: કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળીનો લાભ આપવાનું શરૂ કર્યું છે. કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ તેનો લાભ લઈ શકે છે. જો કે, સોલાર પેનલ લગાવવા માટે અરજદારના ઘરની છત પર પૂરતી જગ્યા હોવી જરૂરી છે. સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી પણ આપી રહી છે, પરંતુ તે પહેલાં અરજદારે સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.

સોલાર રૂફટોપ લગાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. સોલાર રૂફટોપ લગાવવાનો ખર્ચ કિલોવોટના હિસાબે વધશે અને આ ગણતરીના આધારે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછી 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે તમારા ખિસ્સામાંથી હજારો રૂપિયા ખર્ચવા પડી શકે છે.

SBI લોન આપી રહી છે

જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માગો છો, પરંતુ તમારી પાસે તમારા ઘરની છત પર સોલર રૂફટોપ લગાવવા માટે પૈસા નથી, તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ આ યોજના હેઠળ લોન યોજના શરૂ કરી છે. તમે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ બેંકમાંથી લોન લઈ શકો છો. ચાલો જાણીએ કે આ લોનની રકમ કોને મળશે અને વ્યાજ દર શું હશે?

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

લઘુત્તમ આવક કેટલી હોવી જોઈએ?

3 kW ક્ષમતા સુધી સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા માટે આવકનો કોઈ માપદંડ નથી, પરંતુ 3 kW થી વધુ અને 10 kW સુધીની ક્ષમતા માટે લોન મેળવવા માટે ચોખ્ખી વાર્ષિક આવક રૂપિયા 3 લાખ અને તેનાથી વધુ હોવી જોઈએ.

તમે કેટલી લોન લઈ શકો છો અને વ્યાજ શું હશે?

3KW ક્ષમતાનું સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે તમે 2,00,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને તેનો વ્યાજ દર વાર્ષિક 7 ટકા છે. જ્યારે 3KW થી વધુ અને 10KW સુધીની ક્ષમતા માટે 6 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે, જેનો વ્યાજ દર વાર્ષિક 10.15% હશે. 65 થી 70 વર્ષની વયના લોકો પણ આ લોન લઈ શકે છે. આ હેઠળ કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.