નમસ્કાર મિત્રો..
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક હજાર કરોડ સુધીનું કુલ ધિરાણ શૂન્ય ટકા વ્યાજે લોન આપવા માટે '' મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના '' ચાલુ કરી છે.
(Mukhyamantri Mahila Utrush Yojna 2020) યોજનામાં કોને લાભ અને હેતુ?
રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખ રૂપિયાની લોન પ્રાપ્ત થઇ શકશે. મુખ્યમંત્રીએ આ યોજનાના - ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. ઉપરાંત આ લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
કુલ ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. મહિલાઓને જૂથ દીઠ રૂ. ૧ લાખનું લોન ધિરાણ, અર્ધ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓ માંથી મળશે.
પ્રત્યેક જૂથને એક લાખનું લોન - ધિરાણ આપવામાં આવશે.
૧૦ મહિલાઓ - બહેનોના એક જૂથમાં એમ ૧ લાખ જૂથ બનાવશે.પ્રત્યેક જૂથને એક લાખનું લોન- ધિરાણ તેમજ પ્રત્યેક માતા - બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય,ગૃહ ઉદ્યોગ,વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન મળી રહેશે.
કોરોના પછીની સ્થિતિમાં બહેનોને ઘર- પરિવાર નો આર્થિક આધાર બનવા સાથે નાના માણસની મોટી લોનનું મુખ્યમંત્રી નુ ધ્યેય પણ સાકાર થશે.
ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા.
1) ગ્રુપના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા.
2) ગ્રુપના દરેક સભ્યો ના આધારકાર્ડ.
3) ગ્રુપના દરેક સભ્યો ના રહેઠાણ નો પુરાવો.
4) ગ્રુપના સભ્યોના સંયુક્ત બેંક ખાતું.
અરજી ક્યાં કરવાની રહેશે ?
શહેરી વિસ્તારની મહિલાઓએ "મહાનગરપાલિકા" ની "અર્બન કોમ્યુનિટી ડીપોર્ટમેન્ટ સેન્ટર" માંથી ફોર્મ લઈ અરજી કરવાની રહેશે.
ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ "તાલુકા પંચાયત" ની "મહિલા અને બાળ વિકાસ અધિકારી" ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.