વર્ષ 1988માં ભારતીય પોસ્ટ દ્વારા કિસાન વિકાસ પત્ર નામની યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર ખેડૂતો માટે હતી. ખેડૂતો કોઈપણ જોખમ વિના આ યોજનામાં રોકાણ કરીને તેમના નાણાં ડબલ કરી શકે છે. બાદમાં આ યોજના દરેક માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
હવે કોઈપણ વ્યક્તિ આ સ્કીમમાં પોતાના પૈસાનું રોકાણ કરી શકે છે. આ એક નાની બચત યોજના છે. સરકાર આ યોજના પર દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરે છે. આ સ્કીમમાં રોકાણકારના પૈસા નિયત સમયમાં ડબલ થઈ જાય છે. તમે ઈચ્છો તેટલા કિસાન વિકાસ પત્રો ખોલી શકો છો. અહીં જાણી લો વિગતો.
KVP નો લાભ કોણ લઈ શકે છે?
ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ અનુસાર કોઈપણ પુખ્ત વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકે છે. ઉપરાંત, ત્રણ પુખ્ત વ્યક્તિ સંયુક્ત ખાતું ખોલાવી શકે છે અને તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે.
આ ઉપરાંત કોઈ સગીર અથવા માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ વતી વાલી પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે અને જો 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર હોય, તો તે પણ આ યોજનામાં પોતાના નામે રોકાણ કરવાનું શરૂ કરી શકે છે.
કેવી રીતે અરજી કરવી?
- કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા માટે, તમારે યોગ્ય રીતે ભરેલું ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સબમિટ કરવું પડશે.
-અહીં KYC પ્રક્રિયા ફરજિયાત છે. તમારે ID અને એડ્રેસ પ્રૂફ કોપી (PAN, Aadhaar, Voter ID, -river's License અથવા પાસપોર્ટ) સબમિટ કરવાની રહેશે.
- પેપરની ચકાસણી થયા પછી, તમારે પૈસા જમા કરાવવાના રહેશે. તમે રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પૈસા જમા કરાવી શકો છો.
- રોકડના કિસ્સામાં, તમને તરત જ KVP પ્રમાણપત્ર મળશે. તમારે તેને સુરક્ષિત રાખવું પડશે કારણ કે તમારે તેને પાકતી મુદતના સમયે જમા કરાવવું પડશે.
કેટલા દિવસમાં પૈસા ડબલ થશે?
હાલમાં કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે. આ વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે. આ સ્કીમમાં જમા કરવામાં આવેલા પૈસા 115 મહિનામાં એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં બમણા થઈ જાય છે.
તમે સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. કોઈ મહત્તમ મર્યાદા નથી. ખાસ સંજોગોમાં એકાઉન્ટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.