શેરબજાર એટલે અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું બજાર. જેમાં ક્યારેક ચડતી તો ક્યારેક પડતી જોવા મળતી હોય છે. આ બધાની વચ્ચે અમુક એવા સ્ટોક્સ હોય છે જે લાંબા ગાળે ખૂબ જ સારું એવું વળતર આપતા હોય છે. જી હાં મિત્રો, આજે આપણે એવા જ એક શેર વિશે જાણીશું કે જેણે તેના રોકાણકારોને હજારો ટકાથી વધુનું ઉત્તમ વળતર આપી માલામાલ કરી દીધા છે.
આ સ્ટોક્સ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સના છે. એક એવો સ્ટોક, જેમાં 3 વર્ષ પહેલા લોકો રોકાણ કરવાથી ડરતા હતા, પરંતુ આજે આ જ સ્ટોક હજારો ટકાથી પણ વધુનું વળતર આપી રહ્યો છે.
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સના શેર્સ 3 વર્ષ પહેલાં, પેની સ્ટોક ગણાતા હતા. જેથી લોકો તેમાં રોકાણ કરવામાં અચકાતા હતા. પરંતુ, 3 વર્ષમાં આ શેરે એવો કમાલ કર્યો છે કે ન પૂછો વાત. સમયના 3 વર્ષના ગાળામાં આ સ્ટોક રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યો છે.
મુંબઈ શેરબજારમાં 28 માર્ચ, 2019 ના રોજ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનો સ્ટોક 35 પૈસાના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો હતો. જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આજે આ સ્ટોક રૂ.130ના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો છે. આમ, આ શેરે 3 વર્ષમાં 37,328 ટકા જેટલું ઉત્તમ વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકારે 3 વર્ષ પહેલા આ સ્ટૉકમાં રૂ.10,000નું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત લગભગ રૂ.37 લાખ થઈ ગઈ હોત.
આ પણ વાંચો: આવતી કાલથી બદલાઈ જશે ૧૦ નિયમો/ફેરફારો, તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલા જાણી લો...
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ શેરનો રેટ આજથી 3 વર્ષ પહેલા માત્ર 35 પૈસા હતો. તે જ સમયે, ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનો સ્ટોક હાલમાં લગભગ રૂ.130ના દરે ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ઉપરાંત, ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સના શેરે 1 વર્ષ દરમિયાન સૌથી નીચું સ્તર રૂ.4.74નું બનાવ્યું છે, જ્યારે ઉચ્ચ સ્તર રૂ.216.30 જેટલું છે.
છેલ્લું 1 વર્ષનું વળતર ગયા વર્ષે 26 માર્ચ 2021ના રોજ BSE પર ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનો સ્ટોક રૂ.4.92ના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો હતો. તે જ સમયે, તે હવે રૂ.130 ના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, રોકાણકારોને 1 વર્ષ દરમિયાન જ લગભગ 2500 ટકા વળતર મળ્યું હતું.